છોટા ઉદેપુર:આદિવાસી બહુલ ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લામાં તીર કમાન એ એક આદિવાસીઓની ઓળખ (tribal identity tir kaman) સમુ હથીયાર છે. પરંતુ આ તીર કમાન જન્મ સંસ્કાર દરમિયાન નવજાત શિશુની નાભીને તીરની તીક્ષ્ણ ધાર વડે કાપવાની એક માન્યતા છે, તો લગ્ન સંસ્કાર દરમિયાન ગણેશ સ્થાપના એટલે કે તેલ ચઢાવવાની પ્રક્રીયાનાં દિવસથી તિરમાં લીંબુને પરોવીને ઘરના દરવાજા ઉપર મૂકીને લગ્ન પ્રસંગમાં કોઈ વિઘ્ન દૂર થાય એવી માન્યતા છે, તો મરણ સંસ્કાર દરમિયાન પણ અંતીમ યાત્રામાં તીર કમાન સાથે એક માણસ તીર કાંમઠા સાથે આગળ ચાલી સુરક્ષા કવચની માન્યતા પ્રમાણે સ્મશાન વિધી કરવાની એક માન્યતા મુજબ તીર કમાન જન્મ, લગ્ન, અને મરણ સંસ્કારની પ્રક્રિયામાં આગવું સ્થાન ધરાવે છે.
આદિવાસીઓની ઓળખ તીર કમાનનો ગૃહ સુશોભન તરીકે ઉપયોગ
આધુનિક યુગમાં હવે તીર કમાન આદિવાસીઓની ઓળખ સમુ બની ગૃહ સુશોભન (used as home decoration) તરીકે ઉપયોગ થતાં હવે શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તતા છોટા ઉદેપુર જિલ્લાના રૂમડીયા ગામના અરવિંદ રાઠવા કે જેઓ એક ખાસ પ્રકારના વાંસ માંથી તીર કમાન બનાવે છે અને તેના ઉપર હસ્ત કલા દ્વારા શણગાર કરવામાં આવે છે અને એક નવોઢાની જેમ શણગારેલા તીર કમાનની ભારે માંગ વર્તાતા અનેક મહિલાઓ દ્વારા કમાન ઉપર ભરત ગુંથણ કરવામાં આવે છે.
અરવિંદ રાઠવાને હસ્ત કલાનું પ્રમાણ પત્ર આપવામાં આવ્યું