ગુજરાત

gujarat

ETV Bharat / city

કરજણ પેટા ચૂંટણીના સીલબંધ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - ઈવીએમ

ગુજરાતમાં ગતરોજ મંગળવારે યોજાયેલી 8 બેઠકો પર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઇ હતી. વડોદરા જિલ્લાના કરજણ બેઠક પર યોજાયેલા મતદાન બાદ ઇવીએમ અને વીવીપેટ મશીનો વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

કરજણ પેટાચૂંટણીના સીલબંધ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કરજણ પેટાચૂંટણીના સીલબંધ ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત, ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

By

Published : Nov 4, 2020, 3:24 PM IST

  • ગત રોજ યોજાઇ હતી કરજણ બેઠકની પેટાચૂંટણી
  • કરજણ વિધાનસભાની મતપેટીઓ વડોદરા સ્ટ્રોંગ ખાતે ખસેડાઇ
  • પોલિટેક્નિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ બનાવાયો, પોલીસનો 3 લેયર બંદોબસ્ત

વડોદરાઃ ગુજરાતમાં આઠ ખાલી પડેલી બેઠકો પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાઇ હતી. વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા પેટાચૂંટણીના મતપેટીઓ સુરક્ષા વ્યવસ્થા સાથે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવેલા સ્ટ્રોંગ રમ ખાતે કરાઇ હતી. પોલિટેકનિક કોલેજ ખાતે જિલ્લા તંત્રે તૈયાર કરેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મૂકવામાં આવ્યાં હતાં. કરજણ વિધાનસભાની બેઠક પર 311 બૂથના ઇવીએમ અને વીવીપેટ મશીન સ્ટ્રોંગ રૂમ ખાતે મૂકવામાં આવ્યાં હતાં. પોલિટેકનિક કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ત્રણ લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ઇવીએમ અને વીવીપેટ મશીનો વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજમાં ચુસ્ત બંદોબસ્ત હેઠળ છે
  • સીસીટીવીથી સજ્જ સ્ટ્રોંગ રૂમ

પોલીસ અને પેરામિલેટ્રી ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવીની બાજનજર રહેશે અને તેની સ્ક્રીન પણ બહાર મૂકવામાં આવી છે. આગામી 10 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે અને ત્યાર બાદ જ માલૂમ પડશે કે વિધાનસભાની બેઠક પર ભાજપના અક્ષય પટેલ અને કોંગ્રેસના કિરીટસિંહ જાડેજામાં કોણ જીતશે. મતદારો કોને મત આપીને જીતાડે છે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details