ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં જ આગની 169 ઘટનાઓ બની - Vadodara Fire Brigade

વડોદરા શહેરમાં ઘણા સમયથી આગની ઘટનાઓ બની રહી છે. ચાલું વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં 169 આગની ઘટના બની છે. જેમાં શોર્ટ સર્કિટ અને લૂઝ વાયરિંગના કારણે વધારે આગના બનાવો શહેરમાં બન્યા છે. આ આગની ઘટનાઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. જોકે, નાગરિકોને કે ફાયર બ્રિગેડના કોઈ પણ જવાનને જાનહાનિ થઈ નહીં.

વડોદરામાં ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આગની 169 ઘટના બની
વડોદરામાં ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આગની 169 ઘટના બની

By

Published : May 7, 2021, 5:30 PM IST

  • માર્ચ મહિનામાં આગના 90 બનાવો બન્યા
  • મોટાભાગની આગની ઘટના શોર્ટ સર્કિટ અને લૂઝ વાયરીંગના કારણે બની
  • કોઈપણ નાગરિકોને કે ફાયર બ્રિગેડના જવાનોને કોઈ જાનહાની થઇ નથી

વડોદરાઃ શહેરમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં આગના 169 બનાવો બન્યા છે. જેમાં માર્ચ મહિનામાં આગના 90 બનાવો બન્યા છે. જેમાં સિટીની બહાર આગની 5 ઘટના બની છે. મોટાભાગની આગની ઘટના શોર્ટ સર્કિટ અને લૂઝ વાયરીંગના કારણે બની છે. ETV Bharat સાથે વાતચીતમાં ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, આગના મોટા ભાગના બનાવો શોર્ટ સર્કિટ, ACની સ્વીચ ચાલુ રહી જવી અથવા લુઝ વાયરિંગના કારણે બને છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગની ઘટના બને ત્યારે રેસ્ક્યૂ કરીને ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવે છે. ફાયર બ્રિગેડના જવાનો ફસાયેલા લોકોને કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે ધ્યાનમાં રાખીને લોકોને બહાર કાઢે છે અને સલામત સ્થળે મોકલી આપે છે. છેલ્લા બે મહિનામાં આગની ઘટનામાં કોઈપણ નાગરિકોને કે ફાયર બ્રિગેડના જવાનોને કોઈ જાનહાની થઇ નથી, પરંતુ રહેણાંક વિસ્તારમાં અને મોટી કંપનીઓમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

ફાયર ઓફિસર નિકુંજ આઝાદ

આ પણ વાંચોઃ વડોદરા: સંપ પ્લાઝા કોમ્પલેક્ષના વીજ મીટર બોર્ડમાં આગ, કોઈ જાનહાની નહીં

આગની ઘટના બને ત્યારે શું કરવુ તે અંગે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે

ફાયર બ્રિગેડના દ્વારા રહેણાક વિસ્તાર કે એપાર્ટમેન્ટમાં જ્યાં વધુ મહિલાઓ ગેસ સિલિન્ડર સાથે કામ કરતી હોય છે, ત્યાં તેઓને માહિતગાર કરવામાં આવે છે. એમના ઘરમાં ફાયરની કયા ઈસ્ટુમેન્ટ છે, તેઓ કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરે છે, હોઝરીલ, કે હોઝ બોક્સ કઇ ઈલેક્ટ્રીકનો ઉપયોગ કરે છે. જ્યારે ગેસ સિલેન્ડરમાંથી કોઈ વાસ આવે તો વિધુતનો ઉપયોગ ના કરો તેવી બધી માહિતી મહિલાઓને આપવામાં આવે છે. આ ઉપરાંત સ્કુલમાં જઇને નાના બાળકોને મોક ડ્રિલ દ્વારા પણ સમજણ આપવામાં આવે છે. જ્યારે આગની ઘટના બને ત્યારે કોઈ ફસાઈ ગયું હોય, કોઈ ગભરામણ હોય તો ખુલ્લી હવામાં જતું રહેવું તેમ તેઓને સમજાવવામાં આવે છે.

વડોદરામાં ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આગની 169 ઘટના બની

આ પણ વાંચોઃ વડોદરા અલકાપુરી ગરનાળામાં ભીષણ આગ લગાડવામાં આવી હતી

કોવિડ હોસ્પિટલમાં મોકડ્રિલ યોજવામાં આવી રહી છે

ભરૂચમાં વેલફેર હોસ્પિટલની ઘટના બન્યા બાદ સફાળે તંત્ર જાગ્યું હતું અને વડોદરા શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા મૌકડ્રિલ યોજવામાં આવી હતી. તે દરમિયાન કોવિડ હોસ્પિટલના સ્ટાફને ફાયર ઇમર્જન્સી વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. જો કોઈ આગની ઘટના બને તો દર્દીને કેવી રીતે સલામત જગ્યાએ ખસેડવા અને કયા પ્રકારની કામગીરી કરવી તેની પણ માહિતી આપવામાં આવી છે. આગની ઘટના બને ત્યારે સૌથી પહેલાં ફાયર બ્રિગેડ આગને કાબૂમાં કરવા માટે વિદ્યુત ચાલુ હોય તો વિદ્યુત બંધ કરવાની કામગીરી કરતી હોય છે અને સ્મોક વધુ હોય તો બીએસેટની સાથે ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી જાય છે અને આગને કાબુ કરે છે. મોટાભાગના આગના બનાવોમાં શોર્ટ સર્કિટ અને લુઝ વાયરીંગ આગ લાગવાના મૂળભૂત કારણો હોય છે.

વડોદરામાં ચાલુ વર્ષે માર્ચ અને એપ્રિલ મહિનામાં આગની 169 ઘટના બની

ABOUT THE AUTHOR

...view details