- મહાનગર પાલિકા હસ્તક સયાજીબાગ ઝુ ત્રણ મહિના બાદ ખુલ્લું મુકાયું
- પ્રથમ દિવસે સહેલાણીઓની પાંખી હાજરી
- નૈસર્ગિક વાતાવરણ ધરાવતા ખુલ્લા વાડામાં ફરતા પ્રાણીઓ જોઈ સહેલાણીઓએ આનંદ માણ્યો
વડોદરાઃ મહાનગરપાલિકા હસ્તકના સયાજીબાગ ઝુ કોવિડ 19ની બીજી લહેરને પગલે માર્ચ 2021માં જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યું હતું. હાલ કોરોના(corona) ની બીજી લહેર નબળી પડતા મહાનગર પાલિકા હસ્તકના શ્રી સયાજીબાગ ઝુ(Sayajibaug Zoo)ને 25 જૂનથી સવારે 9 થી સાંજના 5 કલાક સુધી સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. પાલિકા દ્વારા કરાયેલી જાહેરાતને પગલે સહેલાણીઓ સહિત મોર્નિંગ વોક કરવા જતા લોકોમાં પણ ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
વડોદરાનું સયાજીબાગ ઝુ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું વિવિધ જગ્યાઓ પર સેનેટાઈઝના પોઈન્ટ મુકવામાં આવ્યાં
સયાજીબાગના ઝુ કયુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું કે, ત્રણ મહિના બાદ સયાજીબાગ ઝુ ને સહેલાણીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કોવિડ(corona)ને લગતી તમામ તકેદારીના પગલાં લીધા છે. ખાસ કરીને સેનેટાઈઝેશનની કામગીરી નિયમિત કરવામાં આવે છે તેમજ વિવિધ જગ્યાઓ પર સેનેટાઈઝના પોઈન્ટ મુકવામાં આવ્યાં છે.
વડોદરાનું સયાજીબાગ ઝુ સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું માસ્ક પહેરવું ફરજિયાત
સહેલાણીઓને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે, માસ્ક પહેરીને જ ઝુ એન્ટ્રી આપવામાં આવશે. સિક્યુરિટીને પણ કડક સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ સહેલાણી માસ્ક વગર દેખાય તો તેને માસ્ક પહેરવાની ફરજ પાડે અને જરૂર જણાય આવે ત્યાં સેનેટાઈઝરનો પણ ઉપયોગ કરે. આ ઉપરાંત કોવિડ ગાઈડલાઈન(Covid Guideline)ને લગતી સૂચનાઓના બોર્ડ પણ મૂક્યા છે.
ટૂંક સમયમાં પક્ષીઘરનો પ્રોજેક્ટ સંપન્ન થશે
વધુમાં જણાવ્યું કે, સહેલાણીઓ માટે નવીન સુવિધાઓમાં 2020માં મુખ્યપ્રધાન વિજય રૂપાણી(Chief Minister Vijay Rupani)ના હસ્તે નવીન પિંજરાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ ખુલ્લા નૈસર્ગિક વાતાવરણ ધરાવતા એવા વાડાઓમાં કોઈપણ પ્રકારના અવરોધ વગર સહેલાણીઓ તેને નિહાળી શકશે અને પ્રાણીઓ પણ આ નવીન વાળાઓનો આનંદ માણી રહ્યા છે. ટૂંક સમયમાં પક્ષીઘરનો પ્રોજેક્ટ પણ સંપન્ન થશે અને ત્યારબાદ સહેલાણીઓ તેનો પણ આનંદ માણી શકશે.