ગુજરાત

gujarat

ETV Bharat / city

ઈતિહાસમાં પ્રથમવાર ટૂંકાગાળામાં વડોદરા કમિશનરની બદલી કરાઈ - નવાપુરા પોલીસ મથક

પોલીસ વિભાગના ઇતિહાસમાં ટૂંકા સમયગાળામાં પોલીસ અધિકારીની બદલી કરવામાં આવી હોવાનો પ્રથમ કિસ્સો વડોદરામાં બન્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટની એકાએક બદલીનો હુકમ થતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ કમિશનરની બદલીમાં અનેક કારણો સામે આવ્યા છે.

ઈતિહાસમાં પ્રથમવાર ટૂંકાગાળામાં વડોદરા કમિશનરની બદલી કરાઈ
ઈતિહાસમાં પ્રથમવાર ટૂંકાગાળામાં વડોદરા કમિશનરની બદલી કરાઈ

By

Published : Jan 1, 2021, 10:38 PM IST

  • રાજ્યમાં એકાએક કમિશનરોની બદલી કરવામાં આવી હતી
  • ઈતિહાસમાં પ્રથમવાર ટૂંકાગાળામાં કરાઈ વડોદરાના કમિશનરની બદલી
  • નવા પોલીસ કમિશનર તરીકે ડો.શમશેર સિંહની નિમણુંક કરવામાં આવી

વડોદરાઃ રાજ્યમાં એકાએક કમિશનરોની બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટની વડોદરાના પોલીસ કમિશનર તરીકેની નિમણુંક કરવામાં આવી હતી. ઓગષ્ટ 2020માં આર.બી.બ્રહ્મભટ્ટે વડોદરામાં કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. હાલ તેમની જગ્યાએ વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે એસીબીમાં જોઈન્ટ ડાયરેકટર તરીકે આઈપીએસ ડો.શમશેર સિંહની વડોદરાના કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

ડો.શમશેર સિંહની કાર્યશૈલીથી અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ

ડો.શમશેર સિંહની વાત કરવામાં આવે તો તેઓએ પોલીસના વિવિધ વિભાગોમાં અધિકારી તરીકેની ફરજ બજાવી છે. સ્વચ્છ પ્રતિભા અને કડક વલણ દાખવનાર ડો.શમશેર સિંહની કાર્યશૈલીથી અસામાજીક તત્વોમાં ભારે ફફડાટ હોવાનું મનાય છે. આવા ઉમદા અધિકારીની વડોદરા શહેરમાં પોલીસ કમિશનર તરીકે નિમણુંક થતાં પોલીસ બેડામાં અનેક વાતો વહેતી થઈ હતી.

એકાએક બદલી થતા ચર્ચાનો વિષય બન્યો

વડોદરા શહેર પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટની શુક્રવારે સાંજે બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ એસીબીના જોઈન્ટ ડાયરેકટર ડો.શમશેર સિંહની વડોદરાના નવા કમિશનર તરીકે રાતોરાત નિમણુંક કરી દેવાતા ચર્ચાનો વિષય બન્યો છે.

આર.બી.બ્રહ્મભટ્ટ પોલીસ કમિશનર બદલીના અનેક કારણો

ઉલ્લેખનીય છે કે આર.બી.બ્રહ્મભટ્ટે વડોદરાના કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ બુટલેગરો સક્રિય થયા હતા. જેને પગલે ગાંધીનગર સ્ટેટ વિઝીલયન્સએ વડોદરામાં ધામા નાખ્યા હતા. જેમાં દારૂના અડ્ડાઓ પર સ્ટેટ વિઝીલયન્સના દરોડામાં કેટલાક પીઆઈની પણ બદલીઓ કરવામાં આવી હતી. બદલી થવાનુ કારણ ગત 30મી ડિસેમ્બરે પોલીસ માટે બનેલી પૂર્વ સાંસદને લાફા પ્રકરણની શર્મશાર ઘટના હોવાની વાતને પણ નકારી શકાય તેમ નથી.

નવાપુરા પોલીસ મથકના પીએસઆઈએ લાફા ઝીંકી દેતા મામલો ગરમાયો હતો

30 ડિસેમ્બરે રાત્રે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને બરોડા ક્રિકેટ એસોસિએશનના મીડિયા કન્વિનર સત્યજીત સિંહ ગાયકવાડને માસ્ક દંડ મામલે નવાપુરા પોલીસ મથકના પીએસઆઈએ લાફા ઝીંકી દેતા મામલો ગરમાયો હતો. જે બાદ કોંગ્રેસે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પીએસઆઈ સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું.

સાંસદ તે સમયે કહ્યું હતું કે આ સાંસદ પર નહીં કોંગ્રેસના ગાલ પર તમાચો છે

ઉલ્લેખનીય છે કે પૂર્વ સાંસદ તે સમયે કહ્યું હતું કે આ સાંસદ પર નહીં કોંગ્રેસના ગાલ પર તમાચો છે. પોલીસનો પૂર્વ સાંસદ પર હુમલો નિંદનીય ઘટનાથી પોલીસ પ્રત્યે ફિટકાર વરસ્યો હતો. જેથી વિપક્ષનો સરકાર સમક્ષ ધારદાર રજૂઆતને પગલે વડોદરાના આ લાફા પ્રકરણમાં પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટને બદલી કરી ડો.શમશેર સિંહની નિમણુંક કરવામાં આવી હોવાની વાત ચર્ચાને ચઢી હતી.

ABOUT THE AUTHOR

...view details