ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં - 1993માં સુરસાગરમાં નૌકા દુર્ઘટના

વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરવામાં આવશે. 1993 સુરસાગરમાં બોટ પલટી જવાની દુર્ઘટના બાદ બંધ કરવામાં આવેલી આ સુવિધા શરુ કરવાની મંજૂરી અપાઇ છે. સાથે સુરસાગર તળાવમાં બોટિંગની ટીકીટના દર પણ નક્કી કરવામાં આવ્યાં છે. Sursagar lake boating service start , VMC approved ticket rates , Vadodara Municipal Corporation Standing Committee

વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં
વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ કરાશે, વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાં

By

Published : Aug 29, 2022, 3:06 PM IST

વડોદરા સંસ્કારીનગરી વડોદરામાં ઐતિહાસિક સુરસાગર તળાવમાં હવે બોટિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ અનેક તર્કવિતર્ક બાદ ફરીથી બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારી બતાવી છે. આ સેવામાં પાલિકાને આવકના 55 ટકા હિસ્સો આપનાર કોન્ટ્રાક્ટરના કામને દરખાસ્ત પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

કમાણીના 55 ટકા હિસ્સો આપનાર કોન્ટ્રાક્ટરને કામ આપવા અંગે દરખાસ્ત

111 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર સુરસાગરની માધ્યમ આવેલ સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ પ્રતિમામાં સોનાનું આવરણ ચઢાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરામાં સુરસાગર તળાવમાં બોટિંગ સેવા શરુ થતાં શહેરના નાગરિક કે અન્ય પર્યટક 50 રુપિયામાં સુરસાગર બોટિંગની મોજ માણી શકશે અને અદભુત સુરસાગરનો નજારો માણી શકશે.

1993માં સુરસાગરમાં નૌકા દુર્ઘટના થઈ હતીઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં સુરસાગરમાં નૌકા દુર્ઘટના સર્જાઇ હતી જેમાં 38 વ્યક્તિ ભોગ બન્યા હતા. જેમાંથી 22ના મોત નિપજ્યા હતા. ત્યાર બાદ ત્યાં બોટિંગ સેવા બિલકુલ બંધ કરી દેવાઇ હતી . 29 વર્ષ સુધી સુરસાગરમાં બોટિંગ સેવા બંધ રહ્યા પછી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા ફરીથી બોટિંગ સેવા શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. ત્યારે અગાઉ વર્ષ 2009માં પણ આ જ પ્રકારે બોટિંગ સેવા શરૂ કરવાની વાતો કરવામાં આવેલી. પરંતુ બોટિંગ સેવા હજુ સુધી થઈ નથી. ફરી એક વાર બોટિંગ સેવા શરૂ થશે એવો સવાલ તમામ નાગરિકોના મનમાં થઈ રહ્યો છે.

આ પણ વાંચો Fish died in Surasagar lake: વડોદરા ત્રીજી વખત સુરસાગર તળાવમાં અસંખ્ય માંછલીઓના મોત

વીએમસીએ ટિકીટના દર નક્કી કર્યાંસુરસાગર બોટિંગ સેવામાં ટિકીટનો દર 20 મિનિટ માટે વ્યક્તિદીઠ રૂપિયા 50 તેમજ 12 વર્ષથી નીચેની વયના બાળક માટે રૂપિયા 25 લેવાનું નક્કી કરવામાં આવેલ છે. પાલિકાને કમાણીના 55 ટકા હિસ્સો આપનાર કોન્ટ્રાક્ટરને કામ આપવા અંગે દરખાસ્ત સમિતિમાં મંજૂરી માટે મુકતા સમિતિએ મંજૂર કરી છે.

આ પણ વાંચો વડોદરાના સુરસાગર તળાવ કિનારે મસોબા મહારાજના મંદિરના નિર્માણની માગ

સુરસાગરમાં બોટિંગ માટે ટેન્ડર પ્રક્રિયાવડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શહેરના સુરસાગરની રોનક વધારવા વધુ એક પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટિંગ સેવા શરૂ કરવામાં આવી રહી છે. બોટિંગ માટે ટેન્ડર પ્રક્રિયા આધારે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી છે સાથે કોર્પોરેશનને કમાણીના 55 ટકા હિસ્સો કોર્પોરેશનને મળશે. સાથે સેફટીને લઈ કોઈ પણ ચૂક ન રહે તે પ્રકારની બોટિંગની વ્યવસ્થા ઝડપથી શરૂ થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જવાબદારી સોંપવામાં આવી વર્ષો પૂર્વે બનેલ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે પ્રકારે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ લેનાર એજન્સી મેન્ટેનન્સ અને અકસ્માત અંગે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે સર્વે કરી પાર્કિંગના અભાવની કોઈ સુવિધા ન રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. Sursagar lake boating service start , VMC approved ticket rates , Vadodara Municipal Corporation Standing Committee , Tender Process for Boating in Sursagar , Sursagar tragedy 1993

ABOUT THE AUTHOR

...view details