વડોદરા શહેરના કારેલીબાગ વુડા સર્કલ પાસે ટ્રેક્ટરની અડફેટમાં સાઇકલ સવાર (tractor cycle accident in Vadodara) વિદ્યાર્થીની આવી જતા માથા અને શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ધોરણ-11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પરીક્ષા આપીને પરત ઘરે જઇ રહી હતી. તે સમયે દરમિયાન પુરઝડપે પસાર થઇ રહેલા ટ્રેક્ટર ચાલકે અડફેટમાં લેતા આ ઘટના બની હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીની હાલત ગંભીર હોવાનું તબીબઓ જણાવ્યું હતું.(Vadodara Sayaji hospital treated)
પરીક્ષા આપી પરત ફરતા ઘટનામળેલી માહિતી પ્રમાણે શહેરના સમા વિસ્તારમાં રહેતી ખુશી રાજપુત (16 વર્ષીય) કારેલીબાગમાં આવેલી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. તેઓ બપોરે પરીક્ષા આપીને પોતાની સાઇકલ લઇને ઘર તરફ જઈ રહી હતી. તે દરમિયાન કારેલીબાગ વુડા સર્કલ પાસે પુરપાટ પસાર થઇ રહેલા ટ્રેક્ટરની અડફેટમાં આવી ગઇ હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો ટોળે વળી ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. (Girl student accident in Vadodara)