ગુજરાત

gujarat

ETV Bharat / city

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને લાંચના ગુનામાં ફિટ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં અધિકારીરાજ હોવાાનું સામે આવતા 67 ગ્રામ પંચાયતોના સરપંચોએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava) સાથે બેઠક (meeting) કરી હતી. જેમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વાણી વિલાસ પણ કર્યો હતો. સરપંચોએ ભેગા મળી તાલુકા વિકાસ અધિકારી સામે વિરોઘ નોંધાવ્યો હતો.

Meeting with MLA Madhu Srivastava
Meeting with MLA Madhu Srivastava

By

Published : Oct 19, 2021, 1:33 PM IST

  • 67 ગ્રામપંચાયતના સરપંચોએ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સાથે કરી બેઠક
  • સરપંચોએ વાઘોડિયા તાલુકામાં અઘિકારીરાજ આક્ષેપ હોવાના કર્યા
  • ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુ એક વખત કર્યો વાણી વિલાસ

વડોદરા: જિલ્લાના વાઘોડિયામાં અઘિકારીરાજ હોવાનું સામે આવ્યુ છે. આ બાબતે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે (MLA Madhu Srivastava) કરેલા વાણી વિલાસનો વીડિયો સામે આવ્યો છે. તાલુકા વિકાસ અઘિકારી તુલસી ઠક્કર સામે 67 ગ્રામ પંચાયતે મોરચો માંડ્યો છે. સરપંચોએ ભેગા મળી તાલુકા વિકાસ અઘિકારી સામે વિરોઘ નોંધાવ્યો હતો. સરપંચોના વિકાસના કામોમાં બાઘારૂપ બની વિકાસના કામો કરવા નહિ દેતા હોવાનો સરપંચોએ આક્ષેપ કર્યો હતો. સાથે સાથે રોડ રસ્તા, ગટરલાઈન, પીવાના પાણી, સ્ટ્રીટ લાઈટ જેવા કામો પુર્ણ કર્યા બાદ પણ બિલ ચુકવતા ન હોવાના આક્ષેપો થયા હતા.

આ પણ વાંચો:ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ

અધિકારીઓને લાંચ રૂશ્વતના ગુનામાં ફિટ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી

વડોદરા વાઘોડિયા આરામ ગૃહમાં સરપંચો સાથે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (MLA Madhu Srivastava) ની બેઠક (meeting) મળી હતી. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ તાલુકા વિકાસ અઘિકારી તુલસી ઠક્કરને હટાવી દેવા સરકારમાં મંગળવારે રૂબરૂ રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 67 ગ્રામ પંચાયતોના સરપંચોની વાત સાંભળી હતી. જે બાદ મધુ શ્રીવાસ્તવે વધુ એકવખત વાણી વિલાસ કર્યો હતો. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કામ નહીં કરતા અધિકારીઓને લાંચ રૂશ્વતમાં અથવા તો એટ્રોસીટીના ગુનામાં ફિટ કરાવી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો: ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું સ્ફોટક નિવેદન: નો રિપીટ બીજા માટે મધુ શ્રીવાસ્તવ માટે નહીં, આગામી ચૂંટણી ભાજપમાંથી જ લડીશ અને વધુ મતોથી જીતીશ

ABOUT THE AUTHOR

...view details