વડોદરાઃ ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ મોડી રાત્રે રાજ્યના 74 આઇ.પી.એસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતીના ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યાં હતાં. જેમાં વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે 1995ની બેચના આઇ.પી.એસ અધિકારી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટની નિમણૂક કરવામાં આવી હતી. જ્યારે 1999ની બેચના આઇ.પી.એસ અધિકારી અનુપમસિંહ ગહેલોતની રાજ્યના ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
વડોદરાના નવા પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત ચાર્જ સંભાળ્યો - આર બી બ્રહ્મભટ્ટ
વડોદરાના નવા પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે આજે ગુરુવારે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. જ્યારે પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને ભાવસભર વિદાય આપવામાં આવી હતી.
વડોદરાના નવા પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટે વિધિવત ચાર્જ સંભાળ્યો
વડોદરાના નવા પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો હતો. આ પ્રસંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ અક્ષરધામ હુમલા વખતે મંદિરમાં રહીને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. રાષ્ટ્રપતિ મેડલથી પણ તેઓ સન્માનિત થયાં હતાં. વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર તરીકે આર.બી. બ્રહ્મભટ્ટને નિમણૂક કરવામાં આવતાં શહેરને લાંબા અરસા પછી ગુજરાતી પોલીસ કમિશનર મળ્યાં છે.