- ધારાસભ્યની મારી ગ્રાન્ટમાંથી રૂપિયા- 25,00,000ની રકમ
- રૂપિયા ૧ કરોડની ગ્રાન્ટમાંથી કોવિડ-19 સહાય માટે ફાળવી આપ્યા
- 75,00,000ની રકમ ખાસ કિસ્સામાં વેન્ટિલેટર માટે ફાળવી આપ્યા
વડોદરા:વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ધારાસભ્ય અનુદાનમાંથી કોવિડ સહાય માટે રૂપિયા-1 કરોડ ફાળવ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને રાવપુરા મત વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ હોસ્પિટલોમાં કોવિડ સારવાર માટે જરૂરી સાધન સુવિધાઓ વધારવા ધારાસભ્ય અનુદાન માંથી કોવિડ-19 માટેની સહાય પેટે રૂપિયા-1 કરોડની રકમ ફાળવીને પ્રેરક પહેલ કરી છે.
આ પણ વાંચો: વડોદરાનું એક એવું ગામ જ્યાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી, ગાઈડલાઈનના પાલન સાથે 10 લગ્નો પણ યોજાયા