ગુજરાત

gujarat

ETV Bharat / city

આરોગ્ય વિભાગના કેરી વેપારીઓને ત્યાં દરોડા, વેપારીઓમાં ફફડાટ

વડોદરાઃ હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે શહેરીજનોએ ઉનાળામાં ફળનો રાજા કેરીને ખરીદવાનું ચાલુ કર્યું છે. કેરીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગ ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સ્પોટ ફોટો

By

Published : Apr 1, 2019, 8:35 PM IST

વેપારીઓ દ્વારા કાર્બનથી કેરીઓ પકાવવામાં આવતી હોય છે. જે આરોગ્યને નુકસાનકારક અને કાર્બનથી પકવવામાં આવેલી કેરી રોગોને પણ નોતરી શકે છે,ત્યારે શહેરીજનોના આરોગ્ય સાથે કોઈ ચેડા ન થાય તેને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગેશહેરના ખંડેરાવ માર્કેટ ખાતે કેરી વેંચતા વેપાટીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગ

જોકે આ દરોડા દરમિયાન કાબર્નથી પકાવેલી કેરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. સોમવારના રોજ હાથ ધરેલી કાર્યવાહીમાં આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા કેરીમાં વેપારીઓને ત્યાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details