આરોગ્ય વિભાગ દ્વારા શિક્ષણ સંકુલ આસપાસ તમાકુ વેચતા વેપારીઓને ત્યાં દરોડા
વડોદરાઃ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ નિયંત્રણ ધારો(કોર્ટોપા) અંતર્ગત મંગળવારે શિક્ષણ સંકુલના 100 મીટરમાં તમાકુ, સિગારેટનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સ્પોટ ફોટો
વડોદરા કોર્પોરેશનની આરોગ્ય વિભાગની બે ટીમ દ્વારા શહેરના પાણીગેટ, હરણી તેમજ વાઘોડીયા રોડ વિસ્તારમાં દરોડા પાડીને 20થી વધુ વેપારીઓ પાસેથી રૂપિયા 4100નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત, કામગીરી દરમિયાન અંદાજે રૂપિયા 6 હજારની કિંમતના તમાકુ મસાલાનો નાશ કરાવવામાં આવ્યો હતો.