- ઈટીવી ભારત દ્વારા રિયાલીટી ચેક
- વડોદરા શહેરમાં લોકડાઉન દરમ્યાન સુલભ શૌચાલય ચાલુ કે બંધ?
- અધિકારી અને સુલભ શૌચાલયના કર્મચારીના વિરોધાભાસી જવાબો
વડોદરા: વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેમાં ભારત દેશમાં બાકી રહ્યો ન હતો. જેને લઈને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન મહાનગરોમાં સુલભ શૌચાલય બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. વડોદરા શહેરના રાવપુરા ખાતે આવેલ સુલભ શૌચાલય લોકડાઉન દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ છેલ્લા ત્રણ મહિનાથી સુલભ શૌચાલયને પબ્લિક માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.
લોકડાઉનમાં પણ સુલભ શૌચાલય ચાલુ રહ્યા હતા કે નહિ તેનુ ઈટીવી ભારતે કર્યું રિયાલીટી ચેક વડોદરા મહાનગર પાલિકાના ઇન્ચાર્જ એન્જિનિયર પ્રકાશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ચાર ઝોનમાં 72 જેટલા સરકારી સુલભ શૌચાલય આવેલા છે અને લોકડાઉન દરમિયાન પોલીસ કર્મચારીઓને હેરાન કરતા હોવાથી કોર્પોરેશનમાંથી પ્રમાણપત્ર પણ કર્મચારીઓ લઈ ગયા હતા એટલે કે લોકડાઉન દરમિયાન પણ સુલભ શૌચાલય ખુલ્લા રાખવામાં આવ્યા હતા તેમનું કહેવું છે.
શૌચાલયમાં પણ સુરક્ષાનો અભાવ
શહેરના નાગા વાળા વિસ્તારમાં આવેલા સુલભ શૌચાલય પણ લોકડાઉન દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા. શૌચાલયમાં પણ સુરક્ષાનો થોડો અભાવ જોવા મળ્યો હતો. મહત્વની વાત કરવામાં આવે તો લોકડાઉન દરમિયાન લોકોની અવરજવર ના રહે અને કોરાનું સંક્રમણ ના વધે નહીં તેને લઈને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, તો કોર્પોરેશનના અધિકારીનું કહેવું છે કે લોકડાઉન દરમિયાન આ સુલભ શૌચાલય બંધ હતું અને સુલભ શૌચાલયના કર્મચારીનું કહેવુ છે કે લોકડાઉન દરમિયાન પણ સુલભ શૌચાલય ચાલુ રાખવામાં આવ્યા હતા.
લોકડાઉનમાં પણ સુલભ શૌચાલય ચાલુ રહ્યા હતા કે નહિ તેનુ ઈટીવી ભારતે કર્યું રિયાલીટી ચેક ઈટીવી ભારત દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, લોકડાઉન દરમિયાન સુલભ શૌચાલય બંધ રાખવામાં આવ્યા હતા. અધિકારી કઇક અલગ જ કહે છે અને સુલભ શૌચાલયના કર્મચારી પણ અલગ કહે છે, બંનેના જવાબો વિરોધાભાસ આવી રહ્યા છે. ઈટીવી ભારતના રિયાલીટી ચેકમાં જાણવા મળ્યું કે લોકડાઉન દરમિયાન સુલભ શૌચાલય બંધ હાલતમાં હતા.