- ગત ગુરૂવારના રોજ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા
- સયાજીગંજ સ્થિત 5 કોપ્લેક્ષના વીજ કનેકશન રદ
- NOC ન લેનારા કોમર્શિયલ કોમ્પલેક્ષને નોટિસ, NOC લેવા તાકિદ
વડોદરા: ફાયર સેફ્ટી બાબતે લાપરવાહી ભારે પડી શકે છે. ત્યારે ફાયર સેફ્ટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્સિયલ કોપ્લેક્ષના ગત ગુરૂવારના રોજ સાંજના સમયે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. આજે તંત્રએ સમગ્ર કાર્યવાહી આગળ ધપાવતા વધુ 3 કોમર્સિયલ કોમ્પલેક્ષના વિજ જોડાણ કાપી નાંખ્યા હતા.
અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષે આગને કાબુમાં લેતા સાધનો વિકસાવ્યા નથી
શહેરમાં હાલ અનેક કોમર્સિયલ કોમ્પલેક્ષમાં ફાયર NOC નહીં હોવાથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગત ગુરૂવારના રોજ સયાજીગંજ સ્થિત અલંકાર ટાવર અંતરીક્ષ કોમ્પલેક્ષ, રેસકોર્સ શ્રીરંગ ચેમ્બર્સ, અલકાપુરી વિન્ડસર પ્લાઝા અને ફતેગંજ બ્લ્યુ ડાયમંડના વિજ કનેકશન કાપી નાંખ્યા હતા. અગાઉ આ તમામ કોમર્સિયલ બિલ્ડીંગોને ફાયર NOC લેવાની તાકિદ કરાતા નોટિસ ફટકરાઈ હતી. પરંતુ શહેરના અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષે આગને કાબુમાં લેતા સાધનો વિકસાવ્યા નથી.
આ પણ વાંચો: સુરત ફાયર વિભાગ દ્વારા 2 શોપિંગ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યા