- પોલીસે સ્વીટી પટેલનો મૃતદેહ સળગાવ્યો હતો ત્યાં ત્રીજીવાર તપાસ કરી
- ભરૂચના અટાલીમાંથી 5 દાંત તેમજ અર્ધબળેલા દાગીના મળી આવ્યા
- અજય દેસાઇનો FSLમાં કરાવેલો SDS અને પોલિગ્રાફ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ
વડોદરા : PI અજય દેસાઈએ પત્ની સ્વીટી પટેલ દ્વારા હત્યા ( Sweety Patel murder case ) બાદ, કોર્ટમાં દેસાઈ સામે કડક કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરાઈ હતી. સ્વીટી પટેલની હત્યા બાદ મળી આવેલા અસ્થીમાંથી DNA નહીં મળતા, ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ પોતાની 10 માણસોની ટીમ અને 5 મજુરો સાથે સ્વીટીને જ્યાં સળગાવી દેવામાં આવી હતી, તે સ્થળ ભરૂચ નજીકના અટાલી પહોચી તપાસ હાથ ધરી હતી. અટાલી ખાતે સ્વીટીના દાંત, મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢવામાં આવી છે. સ્વીટીના મળી આવેલા દાંત ફોરેનસીક લેબોરટી ખાતે DNA ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે.
સ્વીટીના પટેલ હત્યા કેસમાં પોલીસને મળ્યા મહત્વના પુરાવા સ્વીટીનું મંગળસુત્ર, વિટી અને દાંત મળી આવ્યા
PI દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના 10 માણસનો સ્ટાફ અને 5 મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા. જ્યાં પંચોની રૂબરૂમાં સ્વીટીને સળગાવી હતી, તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આંખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના 5 દાંત મળી આવ્યા હતા. આ દાંત DNA ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબીત થશે. આ ઉપરાંત, અટાલીથી સ્વીટીનું મંગળસુત્ર અને એક વિટી પણ મળી આવી છે. અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસુત્ર અને વિટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે. આ ઉપરાંત, સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસુત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યું છે. પોલીસ આ સંદર્ભમાં આ મંગળસુત્ર ક્યારે અને કોણે ખરીદ્યુ હતું, તે જાણવા વિવિધ જ્વેલર્સનો સંપર્ક કરી રહી છે.
PI દર્શનસિંહ બારડ કેસની તપાસ સોંપાઈ
વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા બાદ ACP ડી. પી. ચુડાસમાએ આ કેસની દરેક કડીને જોડવાનો પ્રયત્ન કર્યો હતો. અજય દેસાઈએ ગુનાની કબુલાત કરી લીધી હોવા છતાં, ટ્રાયલ દરમિયાન સાંયોગીક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદન પણ એટલા જરૂરી છે. જેને ધ્યાનમાં લઈને સંખ્યાબંધ વ્યકિતઓના સાક્ષી નિવેદન લેવામાં આવ્યા હતા, પરંતુ અજય દેસાઈ પૂર્વ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી નાખે તો તેનો પણ ભય હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 મહત્વના સાક્ષીઓના મેજીસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધાવ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં અજય દેસાઈએ સ્વીટીને સળગાવતા પહેલા હિન્દુ વિધી પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હતો, આ બાબત બહાર આવતા પોલીસે ઘી અને દુધ આપી જનારી વ્યકિતને પણ શોધી કાઢી હતી. તેમના સાક્ષી નિવેદન નોંધ્યા છે, જેમાં એક સાક્ષીએ આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યું છે.