- વડોદરા શહેરમાં સગીરા સાથે દુરવ્યવહાર
- યુવકે 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી શારિરિક સંબંધ બાંધ્યો
- સગીરા ગર્ભવતી બનતા ભાંડો ફુટ્યો
- સગીરાના પરિવારે નોંધાવી ફરિયાદ
- પોલીસે યુવકની કરી ધરપકડ
વડોદરાઃ વડોદરા શહેરમાં યુવક 14 વર્ષની સગીરા સાથે મિત્રતા કેળવી શહેર નજીક સિંધરોટ મહીસાગર નદીની કોતરો તેમજ હોટલમાં જઈ સગીરા સાથે શારિરિક સંબંધ બાંધતો હતો. ત્યાર બાદ સગીરા ગર્ભવતી બની હતી. જે અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં હવસખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્રતા કેળવ્યા બાદ બાંધતો હતો શારિરિક સંબંધ
વડોદરાના મદાર મહોલ્લામાં રહેતો અઝીમુદ્દીન સૈયદની દરગાહના મેળામાં 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા થઈ હતી. ત્યાર બાદ બંને વચ્ચે ટેલિફોનિક વાતચીતોનો સિલસિલો શરૂ થયો હતો. જે બાદ મળવાના બહાને યુવક સગીરાને 8 મહિના પહેલા આજવાની હોટેલ અને ત્યારબાદ સિંધરોટ ચેકડેમ પર ફરવાના બહાને લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ યુવતીને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલ લઈ જવાતાં સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ જાણતા જ પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે યુવકની ધરપકડ કરી હતી.
પોલીસે ગણતરીના કલાકોમાં યુવકને દબોચી લીધો
મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં 14 વર્ષીય સગીરાને દરગાહના મેળામાં મદાર મહોલ્લામાં રહેતો અઝીમુદ્દીન બદરુદ્દીન સૈયદ સાથે મિત્રતા થઈ હતી. યુવકે સગીરા સાથે ચતુરાઈ પૂર્વક તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને સતત બંને મોબાઈલ પર એકબીજાના સંપર્કમાં ખુબજ નજીક આવી ગયા હતા. જે બાદ 8 મહિના પહેલા યુવક તેને આજવા ગાર્ડન ખાતે ફરવાના બહાને લઈ જઈ ત્યાંની હોટેલમાં શારિરિક સંબંધ બાંધતો હતો. આ ઉપરાંત મહીસાગર સિંધરોટ ખાતે ઝાડીઓમાં પણ લઈ જઈને 6 થી 7 વખત તેની મરજી વિરુદ્ધ શારિરિક સંબધ બાંધ્યો હતો. ત્યાર બાદ સગીરાને 32 સપ્તાહનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુખાવો થતા તેણે સમગ્ર હકીકત પોતાના પરિવારજનોને કરી હતી. જેથી પરિવારજનોએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે મદાર મહોલ્લામાં રહેતા અઝીમુદ્દીન બદરુદ્દીન સૈયદને ઝડપી લીધો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.