ગુજરાત

gujarat

ETV Bharat / city

Panchamrut Utsav 2022 : સોખડામાં વિવાદ બાદ આટલા યુવાનોએ ત્યાગાશ્રમની કરી દીક્ષા ગ્રહણ

હરિધામ સોખડામાં વિવાદ બાદ પંચામૃત ઉત્સવની (Panchamrut Utsav 2022) ઉજવણી કરાઈ હતી. જેમાં કેટલાક નવયુવાનોએ પ્રભુમાન્ય જીવન જીવવાનો સંકલ્પ કરીને ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી છે. તો ગાદી વિવાદ બાદ (Vadodara Haridham Sokhada) આ પ્રથમ વખત પંચામૃત ઉત્સવની ઉજવણી જોવા મળી રહી છે.

Panchamrut Utsav 2022 : સોખડામાં વિવાદ બાદ આટલા યુવાનોએ ત્યાગાશ્રમની કરી દીક્ષા ગ્રહણ
Panchamrut Utsav 2022 : સોખડામાં વિવાદ બાદ આટલા યુવાનોએ ત્યાગાશ્રમની કરી દીક્ષા ગ્રહણ

By

Published : Jun 13, 2022, 4:03 PM IST

વડોદરા :વડોદરા હરિધામ સોખડામાં ગાદીના વિવાદ (Haridham Sokhada Controversy) બાદ પ્રથમ વખત પંચામૃત ઉત્સવની ઉજવણી (Panchamrut Utsav 2022) કરાઇ હતી. જેમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ કેટલાક નવયુવાનોને ત્યાગાશ્રમની અને 888 ગૃહસ્થોને અંબરીશ દીક્ષા આપી હતી. વડોદરા હરિધામમાંથી પ્રબોધ સ્વામી અને તેમના જુથના 60 સંતો, 100 બહેનો અને 50 જેટલા સેવકો 21 એપ્રીલના રોજ મંદિર છોડી ગયા હતાં, ત્યારે હરિધામમાં (Vadodara Haridham Sokhada) પ્રેમ સ્વરૂપ સ્વામી જુથમાં 11 સંતો અને 888 અંબરીશોનો ઉમેરો થયો છે.

વિવાદ બાદ ઉત્સવ

આ પણ વાંચો :Haridham Sokhada controversy: પ્રેમ સ્વામીના જૂથ દ્વારા પ્રમોદ સ્વામીના ભક્ત પર હુમલા બાબતે પોલીસ કમિશનરને રજુઆત

કેવી રીતે પંચામૃત ઉત્સવની ઉજવણી -બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ જુલાઈ 2021માં અંતર્ધ્યાન થયા પછી પ્રથમવાર હરિધામ તીર્થક્ષેત્ર ખાતે ‘દીક્ષા ઉત્સવ’નું (Diksha Utsav 2022) આયોજન થયું છે. ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન દિન પ્રેમ સ્વરૂપ સ્વામી અને 38 સંતોને સાથે લઈને બ્રહ્મસ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજ સોખડા પધાર્યા તે હરિ-પ્રેમ આગમન દિન હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પ્રથમવાર ઇ. સ. 1972માં દીક્ષા ઉત્સવ (Panchamrut Utsav 2022 in Vadodara) યોજ્યો હતો. તેનો સ્વર્ણિમ સ્મૃતિ દિન તેમજ કાકા તથા અ. ની. કોઠારી સ્વામી પુરુષોત્તમ ચરણ દાસના પ્રાગટ્ય દિન આમ પાંચ અવસરોની એકસાથે ‘પંચામૃત ઉત્સવ’ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Haridham Sokhada controversy: હરિધામ સોખડા મંદિરનાં બે જૂથ વચ્ચે કલેક્ટર કચેરીમાં ભારે બબાલ

11 યુવાનોએ જીવન જીવવાનો સંકલ્પ - અંબરીશ દીક્ષાની મહાપૂજામાં પ્રેમસ્વરૂપ સ્વામીએ ગુરુમંત્ર આપ્યો હતો અને વડીલ સંતોએ કંઠી, પૂજા, જનોઈ અર્પણ કર્યાં હતાં. તે જ રીતે અગિયાર યુવાનોને પાર્ષદ દીક્ષા પ્રદાનની મહાપૂજા કરાઇ હતી. પ્રેમસ્વરૂપ સ્વામીએ ગુરુમંત્ર આપીને ઉપ વસ્ત્ર ધારણ કરાવ્યું હતું. જ્યારે સાહેબ મહારાજે પાઘ ધારણ કરાવી હતી. નિર્મળ સ્વામીએ પૂજા અને અન્ય વડીલ સંતોએ જનોઈ, કંઠી, માળા વગેરે અર્પણ કર્યાં હતાં. દીક્ષા ઉત્સવમાં 11 યુવાનોએ પ્રભુમય અને પ્રભુમાન્ય જીવન જીવવાનો સંકલ્પ કરીને ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details