- તૌકતે વાવાઝોડાને લઈને જિલ્લા કલેકટરે જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું
- OSD ડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી
- પોલિટેક્નિક કોલેજના મેસમાં સબંધીઓને રહેવા માટેની સુવિધા માટે ઉભી કરવામાં આવી છે
વડોદરાઃશહેરમાં સાંજથી જ તૌકતે વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ હતી. વાતાવરણમાં પલટો અને વાદળછાયુ વાતાવરણ થઈ ગયું હતું. શહેરમાં ઠંડક પણ પ્રસરી હતી. વડોદરા જિલ્લાના કલેક્ટર શાલિની અગ્રવાલે તમામ વિભાગો સાથે ઓનલાઇન બેઠક કરીને સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. વડોદરા જિલ્લા કક્ષાએ તથા તમામ તાલુકા નિયંત્રણ કક્ષા સતત ચાલુ રાખવા અને કોવિડ હોસ્પિટલ્સમાં વીજપુરવઠો જળવાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા અને બેકઅપની સુવિધા રાખવાની પણ સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃકોરોના કાળ વચ્ચે પોરબંદરના દરિયાકિનારે ચક્રવાતની સંભાવના, તંત્ર એલર્ટ
OSDડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલ ના દર્દીના પરિવારજનોને સલામત સ્થળે ખસેડ્યા
એક બાજુ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને બીજી બાજુ તૌકતે વાવાઝોડાને લઈને નાગરિકો પર બીજી એક આફત આવી પડી છે. એને લઈને તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. OSD ડોક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં 550 દર્દીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. દર્દીના પરિવારજનોના વેઇટિંગની એરિયાની પણ મુલાકાત લીધી હતી.
ડોક્ટર વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
સંભાવિત વરસાદ અને ભારે પવનને ધ્યાનમાં રાખીને દર્દીના સંબંધીઓ માટે મનોચિકિત્સા વૉર્ડ બિલ્ડીંગ ખોલી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ ડોક્ટર વિનોદ રાવે સમરસ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યા 368 જેટલા દર્દીઓ દાખલ થયા છે, અહીં પણ વેઇટિંગ રૂમ એરિયામાં દર્દીના સંબંધીઓ ખુબ મોટી સંખ્યામાં હોય છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ માટે પોલિટેક્નિક કોલેજના મેસમાં સબંધીઓને રહેવા માટેની સુવિધા માટે ઉભી કરવામાં આવી છે.
વાવાઝોડાને લઈને તંત્ર પણ ચિંતામાં આવી ગયું છે
તંત્ર એક બાજુ કોરોનાના કહેરને લઇને ચિંતામાં છે, ત્યારે બીજી બાજુ વાવાઝોડાને લઈને પણ ચિંતામાં આવી ગયું છે. OSD ડોક્ટર વિનોદ રાવે વાવાઝોડાને લઈને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ, મ્યુનિસિપલ કમિશનર સ્વરૂપ પી, પોલીસ અધિક્ષક ડોક્ટર સુધીર દેસાઈ અને વીએમસીના વરિષ્ઠ અધિકારીઓ, SSG અને ગોત્રી હોસ્પિટલના ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટિંગ યોજી હતી.
આ પણ વાંચોઃતૌકતે વાવાઝોડાને લઇને ગુજરાતના દરિયા કિનારે NDRFની 24 ટીમ તૈનાત કરાઇ
જામનગર, ભાવનગર અને ભરૂચથી ઓક્સિજન આવે છે
વાવાઝોડાના કારણે ઈલેક્ટ્રીક બેકઅપ ,અગ્નિ સલામતી, રસ્તા પરના અવરોધો દૂર કરવા અને સલામતી અને સાવચેતી અંગે ચર્ચા કરવામાં આવી. જે પ્રમાણે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે પ્રમાણે ઓક્સિજનની જરૂરિયાત પણ વધી રહી છે. જામનગર, ભાવનગર અને ભરૂચથી ઓક્સિજન આવતા હોય છે. આગામી બે-ત્રણ દિવસ માટે ઓક્સિજન સપ્લાય મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા માટે આ વાવાઝોડુ ખૂબ નિર્ણાયક બનશે કારણ કે, વાવાઝોડું જિલ્લામાંથી આવશે, ત્યાંથી ઓક્સિજનનો સપ્લાય પણ આધારિત છે.