વડોદરા શહેરના વડસર બ્રિજ નજીક પૂર્વ પ્રેમિકાના ઘરે જઇ દરવાજો ખોલનાર પૂર્વ પ્રેમિકાની સાસુના ગળા ઉપર ચાકૂનો ઘા મારી હત્યા (old lady killed by shahrukh khan Vadodara) કરી હતી. વિધર્મી પ્રેમી અને તેના સાગરીતની પોલીસે ધરપકડ કરી હતી. જેને લઈને માંજલપુર પોલીસે બંને આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે ફ્લેટમાં બંધ બારણે તપાસ હાથ ધરી હતી. (Mother in law Murder in Vadodara)
શાહરૂખ ખાને કરી હત્યા, પોલીસે આરોપીને સાથે રાખીને કર્યું રી કન્સ્ટ્રક્શન શું હતી સમગ્ર વડોદરાના વડસર પાસે જય અંબે ફ્લેટમાં ઠાકોરભાઇ તેમના પત્ની દક્ષાબહેન, પુત્ર અશ્વિન અને પુત્રવધૂ ભાવના રહે છે. બે માસ પહેલા અશ્વિનના લગ્ન નવાયાર્ડમાં રહેતી ભાવના સાથે થયા હતા. અશ્વિન અને ભાવનાના બીજા લગ્ન હતા. શનિવારે બપોરના સમયે ઠાકોરભાઇ અને તેમનો પુત્ર અશ્વિન નોકરી ઉપર હતા. ઘરે ભાવના અને તેની સાસુ દક્ષાબહેન હતા. બપોરના સમયે ભાવનાના ઘરે તેનો પૂર્વ પ્રેમી સોનું ઉર્ફ શાહરૂખ પઠાણ અને તેનો મિત્ર હસીન પઠાણ ધસી ગયા હતા. (crime scene reconstruction)
ચાકૂથી હુમલો કરી દીધો દરવાજો ખખડાવતા જ દક્ષાબહેન દરવાજો ખોલ્યો હતો. દક્ષાબહેને દરવાજો ખોલતા જ સોનુ ઉર્ફ શાહરૂખ પઠાણે કંઈ વિચારે તે પહેલાં તેમના ગળા ઉપર ચાકુથી હુમલો કરી દીધો હતો. દક્ષાબહેન સ્થળ પર જ ફસડાઇ પડ્યા હતા અને લોહીના ભરાયેલા ખાબોચિયામાં દમ તોડી દીધો હતો. દક્ષાબહેને મોતને ભેટતા સોનુ ઉર્ફ શાહરૂખ અને તેનો મિત્ર હસીન ફરાર થઇ ગયા હતા. આ બનાવની જાણ માંજલપુર પોલીસને કરાતા ઝોન-3ના DCP તેમજ માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. (Vadodara Crime Case)
આરોપીની ધરપકડ હત્યા અંગે કોઇ જાણ ન હોવાનો ડોળ કરનાર ભાવના પરમાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસનો દોર શરૂ કર્યો હતો. તો બીજી બાજુ એક ટીમને હત્યારા સોનુ ઉર્ફે શાહરૂખ પઠાણને ઝડપી પાડવા ટીમ રવાના કરી દીધી હતી. પોલીસે ગણતરીની મિનીટોમાં હત્યારાની GIDC પાસેથી ધરપકડ કરી લીધી હતી. આ દરમિયાન તેના મિત્ર હસીન પઠાણની પણ પોલીસે મોડી રાત સુધીમાં ધરપકડ કરી લીધી હતી. (Ex girlfriend mother in law killed in Vadodara)
સમગ્ર ઘટનાનું રી કન્સ્ટ્રક્શન ACP ડી.કે. રાઠોડે જણાવ્યું હતું કે, બંને આરોપીને સાથે રાખી માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યારા શાહરૂખ પઠાણે કેવી રીતે હત્યા કરી અને તેના સાગરીતે શું મદદ કરી હતી. તે અંગેના પુરાવા ભેગા કરવા માટે સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યુંહતું. જે ફ્લેટમાં ઘટના બની હતી તે ફ્લેટમાં સન્નાટો છવાઇ ગયો હતો. આ ઉપરાંત બંને આરોપીઓને હાથકડી અને બુરખા પહેરાવીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા. બંનેની ઘટનાવાળા મકાનમાં બંધ બારણે પોલીસે વિગતો મેળવી હતી. તેમજ બંને આરોપીઓ પાસેથી અન્ય વિગતો મેળવવા માટે તેઓને અત્રેની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કોર્ટ સમક્ષ કરવામાં આવશે. રિમાન્ડ મળે તો તેઓની પૂછપરછ દરમિયાન ખૂટતી કડીઓ ભેગી કરવામાં આવશે. Vadodara police crime scene reconstruction