- સાવલી તાલુકાના વિટોજ ગામે રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવાયો
- 51 કન્યાઓ ના સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલાવ્યા
- કન્યાઓને ખાતા પાસબુક-પેન નું વિતરણ કર્યું
- સરપંચે સ્વનિધિથી પ્રત્યેક ખાતાં દીઠ 250 રૂપિયા 51 કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં ભર્યા
સાવલી તાલુકાના વિટોજ ગામે રાષ્ટ્રીય બાલિકા દિવસ મનાવાયો
વડોદરા : જિલ્લાના સાવલી તાલુકાના વિટોજ ગામના ઉત્સાહી સરપંચ ગોહિલ કિરણસિંહ એ સ્વનિધિ થી પ્રત્યેક ખાતાં દીઠ રૂપિયા 250 ભરી ગામ ની 51 કન્યા ઓને સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા ખોલાવ્યા હતા.ટપાલ વિભાગ દ્વારા સરકારશ્રી ની વિવિધ બચત અને જીવનવીમા જેવી અનેક યોજનાઓ પૈકી 24 જાન્યુઆરી એ ઉજવાતો રાષ્ટ્રીય બાલિકા દિવસે ઉજવણી કરી હતી.
ગામની દીકરીઓના નામે બચત કરી તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પહેલ કરાઈ
સરપંચે સ્વનિધિથી પ્રત્યેક ખાતાં દીઠ 250 રૂપિયા 51 કન્યાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં ભર્યા ગામની દીકરીઓના નામે બચત કરી ભવિષ્યને ઉજ્જવળ બનાવવા ના શુભ આશય થી ભારતીય ટપાલ વિભાગમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતાં ખોલાવી સ્થાનિક ધારાસભ્યના નાનાભાઈ સંદીપ ઇનામદાર ,સરપંચ કિરણસિંહ ગોહિલ, ટપાલ વિભાગ વડોદરાના અધિકારી રૂપેશ ફાટકના હસ્તે 51 કન્યાઓને ખાતાબુક અને પેન નું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યના ભાઈ સંદીપ ઇનામદાર, વડોદરા ટપાલ ખાતાંના હેડ ઓફિસના અધિકારી આર.જે.ફાટક સાવલી પોસ્ટ ના અધિકારી એલ.બી.પરમાર ,વિટોજ ના પોસ્ટ માસ્તર ડી.પી.સોલંકી, વિટોજ સરપંચ કિરણસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનસિંહ, ગામના વડીલો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.