ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની MS Universityને રિર્સચ પ્રોજેક્ટ માટે મળતી ગ્રાન્ટમાં થયો વધારો

વડોદરા: શહેરમાં આવેલી MS Universityને છેલ્લા ૩ વર્ષથી મળી રહેલી રિસર્ચ ગ્રાન્ટમાં વધારો થઈ રહ્યો છે. MS University દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં યુનિવર્સિટીને વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ માટે અંદાજે કુલ 104.66 કરોડની ગ્રાંટ મળી છે.

ફાઇલ ફોટો,MSU

By

Published : Apr 24, 2019, 12:20 PM IST

વડોદરાની MS University સત્તાધીશોએ બનાવેલા રિપોર્ટમાં રજૂ કરાયેલા આંકડા પ્રમાણે વર્ષ 2015-16માં યુનિવર્સિટીને 22 ફંડિંગ એજન્સી દ્વારા 45 રિસર્ચ પ્રોજેક્ટ માટે 29.97 કરોડ રૂપિયા ગ્રાંટ મળી હતી. જયારે વર્ષ 2016-17માં 56 રિસર્ચ પ્રોજેક્ટ માટે 30 ફન્ડિંગ એજન્સીઓ દ્વારા 26.49 કરોડ રૂપિયાની ગ્રાંટ મળી હતી.

વર્ષ 2017-18માં યુનિવર્સિટીને અત્યાર સુધીમાં સૌથી વધારે 46 રિસર્ચ પ્રોજેક્ટ માટે 26 ફંડિંગ એજન્સીઓ દ્વારા 48.22 કરોડ રૂપિયા ગ્રાંટ મળી હતી. આમ યુનિવર્સિટીને 3 વર્ષમાં મળેલી ગ્રાન્ટની રકમ 104.66 કરોડ રૂપિયા સુધી પહોંચી રીર્સચ ગ્રાન્ટમાં વધારો થયો છે.

ABOUT THE AUTHOR

...view details