ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની WHOમાં થઇ પસંદગી - vadodara

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની WHOમાં પસંદગી કરવામાં આવી છે. બાળકોના શારીરિક સ્વાસ્થ્ય માટે કાર્ય કરતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથના સભ્ય તરીકે ડો. વનીષા નમ્બિયારની પસંદગી કરવામાં આવી છે.

એમ.એસ.યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની પસંદગી WHOમાં થઇ
એમ.એસ.યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયારની પસંદગી WHOમાં થઇ

By

Published : May 22, 2021, 12:58 PM IST

Updated : May 22, 2021, 2:30 PM IST

  • ડો. વનીષા નમ્બિયારની વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં પસંદગી થઇ
  • બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જુથના સભ્ય તરીકે પસંદગી કરાઇ
  • ડો. વનીષા નમ્બિયાર ભારત જૂથના એક માત્ર ન્યુટ્રિશનિસ્ટ છે અને ત્રીજા ભારતીય સભ્ય છે

વડોદરાઃ ભારતમાં કોરોનાની ત્રીજી અને સૌથી વધુ ઘાતક લહેર આવવાની તૈયારી છે. આ ત્રીજી લહેર બાળકોને સૌથી વધુ અસર કરે એવી સંભાવના છે. બાળકોના સ્વાસ્થ્ય ભારત માટે મહત્વનો મુદ્દો છે. શારીરિક સ્વાસ્થ્ય રોગપ્રતિકારક શક્તિ માટે નૈસર્ગિક સ્ત્રોત છે.

આ પણ વાંચોઃWHOના મુખ્ય વૈજ્ઞાનિકે જણાવ્યું, ભારતમાં કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક

ભારતમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધે ત્રણ સૌથી મોટા પડકાર છે

ભારતમાં બાળકોના સ્વાસ્થ્ય સંબંધે ત્રણ સૌથી મોટો પડકાર છે. જેમાં વધુ પડતું વજન અને મેદસ્વીતા, હોવું જોઇએ તેથી ઓછું વજન અને સુક્ષ્મ પોષકતત્વોનો અભાવ ધરાવતાં બાળકો છે.

વ્યક્તિગત, કુટુંબ, સમુદાય અને ઘર આધારિત સમસ્યાઓ પર ભલામણ પ્રદાન કરે છે

વ્યક્તિગત, કુટુંબ, સમુદાય અને ઘર આધારિત સમસ્યાઓ પર ભલામણ પ્રદાન કરે છે. WHO દ્વારા બનાવવામાં આવેલા બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથનું લક્ષ્ય સ્થૂળતા ધરાવતા બાળકો અને કિશોરોને સંકલિત વ્યવસ્થાપન અને સંભાળ વિશે સ્થાનિક રૂપે અનુકૂળ, સ્પષ્ટ, વૈજ્ઞાનિક માહિતી, વૈશ્વિક ક્લિનિકલ અને જાહેર આરોગ્ય ભલામણો પ્રદાન કરવાનું છે.

ફોલો-અપના દેખરેખ અંગે માર્ગદર્શન પ્રદાન કરવું

ફોલો-અપના દેખરેખ અંગે માર્ગદર્શન પ્રદાન કરવું. જેમાં આહારની ટેવ, તંદુરસ્ત વર્તણૂંક અને જીવનશૈલી જેવા આરોગ્યની સુખકારીના પરિણામોનો સમાવેશ થાય છે. મેદસ્વી બાળકો અને કિશોરોના સંચાલન માટે ફાર્માલોજીકલ હસ્તક્ષેપ અને શસ્ત્રક્રિયા વિકલ્પ સાથે આહાર, શારીરિક પ્રવૃત્તિ અને વર્તણૂંક વિશે પણ સંકલન કરવું.

આ પણ વાંચોઃજો રેમડેસીવીર ઈન્જેક્શન ડોક્ટરની સલાહ વગર લેવામાં આવે તો નુકસાન થઇ શકેઃ ડો. મોના દેસાઇ

ડો. વનીષા નમ્બિયાર એક નિષ્ણાંત તરીકે ખોરાક, પોષણ અને આરોગ્યને લગતી સમસ્યાઓ પર અભિપ્રાયો રજૂ કરશે

ડો. વનીષા નમ્બિયાર એક નિષ્ણાંત તરીકે ખોરાક, પોષણ અને આરોગ્યને લગતી સમસ્યાઓ પર પોતાના અભિપ્રાયો રજૂ કરશે. ડો. વનીષા નમ્બિયાર એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ હોવાથી બાળકોમાં સ્થૂળતા વ્યવસ્થાપન માર્ગદર્શિકા વિકાસ જૂથમાં મહત્વનો ફાળો આપી શકશે. તેમનું માર્ગદર્શન હાલની પરિસ્થિતિમાં અત્યંત ઉપયોગી બને છે.

એમ.એસ.યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય બાબતના વિભાગમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવે છે

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટ્રીશન વિભાગના પ્રાધ્યાપક ડો. વનીષા નમ્બિયાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ભારતના જૂથમાં એકમાત્ર ન્યુટ્રીશનિસ્ટ છે અને ત્રીજા ભારતીય સભ્ય છે. વનીષા નમ્બિયારે અન્ય દેશો સાથે યોજવામાં આવેલી પ્રથમ વર્ચ્યુઅલ મિટિંગમાં હાજરી આપી હતી. તેઓ હાલમાં પબ્લિક હેલ્થ ન્યુટ્રીશ્યનના કો-ઓર્ડિનેટર તરીકે પણ કાર્યરત છે.

Last Updated : May 22, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details