- વડોદરામાં પાલિકા તંત્રની ગંભીર બેદરકારી
- સુભાનપુરામાં મેડિકલ વેસ્ટનો ખુલ્લામાં નિકાલ
- સુભાનપુરા ગાર્ડન પાસે નંખાઇ રહ્યો છે મેડિકલ વેસ્ટ
- આસપાસની હોસ્પિટલો દ્વારા કરાતું ગંભીર કૃત્ય
વડોદરા : શહેરમાં આવેલાં સુભાનપુરા ગાર્ડન પાસે આસપાસના કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.કોરોનાનાં દર્દીઓને સારવાર માટે જે કંઈ ચીજ વસ્તુઓ ઉપયોગ કરે છે તે મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખે છે. જે વડોદરાનાં સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગાર્ડનમાં દેખાતાં આજુબાજુના રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો.
કોવિડ હોસ્પિટલ મેડિકલ વેસ્ટ કોરોનાનાં સમયમાં તંત્રની ગંભીર નિષ્કાળજી
આ ઘટના પ્રથમવાર નથી બની વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં આવા બનાવો અનેકવાર બન્યાં છે. શું તંત્ર કોવિડ સંક્રમણ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે? અકોટા સ્મશાન પાસે આવેલ મેદાનમાં પણ મોટી સંખ્યામાં આવા મેડિકલ વેસ્ટ, કોવિડ હોસ્પિટલ દ્વારા નાખી જતા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મહાનગરપાલિકાના અંધ તંત્ર અને નિષ્કાળજીના લીધે ખુલ્લેઆમ કોરોનાને ચુનોતી આપતા હોય એમ નજરે પડી રહ્યા છે. જ્યારે કોવિડનો બીજો સ્ટ્રેન વિશ્વભરમાં વ્યાપી રહ્યો છે અને લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વડોદરા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે.
કોવિડ હોસ્પિટલ મેડિકલ વેસ્ટ મેડીકલ વેસ્ટને કારણે કોરોના સંક્રમણનો ખતરો વધ્યો
સુભાનપુરા એરિયામાં મોર્નિંગ વોકમાં નીકળતા ચાલકોનું કહેવું છે કે, અમે દરરોજ આ રસ્તેથી વોક કરીને જતા હોય છે. ત્યારે ગાર્ડન પાસે આવેલ આ જગ્યા પર મેડિકલ વેસ્ટ માસ્ક, હાથના મોજા, સોય, પીપીઈ કીટ દેખાતા બીકનો માહોલ અને સંક્રમણ ફેલાવાની ચિંતા વ્યક્ત કરી હતી. ટીમ રેવોલુશન સેજલ વ્યાસે ઘટનાસ્થળે પહોંચીને તંત્રને જગાડવાની કોશિષ કરી હતી. તેમણે વડોદરાના સફાઈ અધિકારીઓ પણ ધ્યાન આપતા નથી તેમ જણાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ ગંભીર બેદરકારીને પગલે હોસ્પિટલના સત્તાધીશો સામે કડક નોટિસ ફટકારી પગલાં લેવાની માંગ કરી હતી.