ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના પર અંકુશ ન આવતા વડોદરાના પાદરામાં 5 દિવસ સુધી બજારો બંધ

વડોદરાના પાદરામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતાં વહીવટીતંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાદરા મામલતદાર કચેરીમાં વેપારીઓ અને રાજકીય અગ્રણીઓની મીટીંગ યોજાઇ હતી, જેમાં 5 દિવસ સુધી બજારો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો હતો.

Markets closed for 5 days in Vadodara
વડોદરાના પાદરામાં 5 દિવસ સુધી બજારો બંધ

By

Published : Jun 12, 2020, 9:24 PM IST

વડોદરાઃ જિલ્લાના પાદરામાં કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થતાં વહીવટીતંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાદરા મામલતદાર કચેરીમાં વેપારીઓ અને રાજકીય અગ્રણીઓની મીટીંગ યોજાઇ હતી, જેમાં 5 દિવસ સુધી બજારો સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય કરાયો હતો.

વડોદરાના પાદરામાં 5 દિવસ સુધી બજારો બંધ

પાદરામાં સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધતા આરોગ્ય અને વહીવટીતંત્રની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. 9 જેટલા પાદરાના શાક માર્કેટના વેપારીઓ ઝપેટમાં આવ્યા છે, ત્યારે પાદરા મામલતદાર કચેરી ખાતે વિવિધ બજારોના વેપારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો અને નગરપાલિકાના સદશ્યો સાથે વહીવટીતંત્રે મીટીંગ યોજી હતી.

વડોદરાના પાદરામાં 5 દિવસ સુધી બજારો બંધ

મિટિંગમાં લોકો ની ભીડ ન જામે અને સંક્રમિત ન ફેલાઇ તે માટે તમામ બજારોના અને શાક માર્કેટના વેપારીઓએ લોકોના હિત માટે બજારો સ્વયંભુ બંધ રાખવા નિર્ણય કર્યો હતો. શનિવાર થી બુધવાર સુધી 5 દિવસ દરમિયાન બજારો સ્વંયભુ બંધ રાખવા નિર્ણય કર્યો છે. જેમાં ચોકસી બજાર અને અનાજ કરીયાણાની બજારના વેપારીઓ બંધમાં જોડાયા હતા. રાજકીય આગેવાનો અને પાલીકાના સત્તાધીશોએ કામ સિવાય બહાર નહીં નીકળવા લોકોને અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details