ગુજરાત

gujarat

વડોદરા નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા પાલિકાની કચેરીમાં તોડફોડ

By

Published : Jun 11, 2021, 6:45 PM IST

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીની અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પણ તેનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો નથી. દુષિત પાણીના કારણે એક મહિલાનું મૃત્યુ પણ થયાનુ રહિસો દ્વારા કહેવામાં આવ્યું હતુ જેને લઈને વોર્ડનં 8ની કચેરીની બહાર તોડફોડ કરવામાં આવી હતી.

xxx
વડોદરા નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા પાલિકાની કચેરીમાં તોડફોડ

  • વડોદરાના નાગરવાડા વિસ્તારમાં પાણાની સમસ્યા
  • દુષિત પાણીના કારણે એક મહિલાનુ મૃત્યુ
  • અનેક વાર કરવામાં આવી લેખિત રજૂઆત

વડોદરા: શહેર પાલિકાના વોર્ડ 8ની કચેરીની સામે જ એક મહિલાનું દૂષિત પાણીના કારણે મૃત્યુ થતા રોષે ભરાયેલા લોકોએ કચેરીમાં હલ્લો બોલાવ્યો હતો. નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીમાં તોડફોડ કરીને કમ્પ્યૂટરને પણ નુક્સાન પહોચ્યાડ્યું હતું.

એક મહિલાનુ મૃત્યું

શહેરના નાગરવાડા વિસ્તારમાં દોઢ મહિનાથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો લોકો કરી રહ્યા છે. ખાસ કરીને દુર્ગંધ મારતા દૂષિત પાણીનો ઉપયોગ કરવાથી વિસ્તારના રહીશો જીવલેણ બીમારીમાં સપડાયા છે અને 15 જેટલી વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેવો રહિસો દ્વારા દાવો પણ કરવામાં આવ્યો હતો. 1 અઠવાડિયામાં જ ત્રણ મહિલાનાં મૃત્યુ થયાનો દાવો પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે લોકો રોષે ભરાયા હતા અને વોર્ડ ઓફિસની બહાર તોડફોડ કરી હતી. ટોળાની તોડફોડના પગલે વોર્ડ કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વડોદરા નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીને લઈને સ્થાનિકો દ્વારા પાલિકાની કચેરીમાં તોડફોડ

આ પણ વાંચો : વડોદરા કોર્પોરેશના દુષિત નીર, શહેરીજનો થયા પાણી ખરીદવા મજબુર

અનેક વાર લેખિત રજૂઆત કરવામાં આવી

નાગરવાડા માળી મહોલ્લાનાં સ્થાનિક રહીશોએ વહીવટી વોર્ડ નંબર 8ની કચેરી ખાતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન વધુ એક સ્થાનિક મહિલાનું મૃત્યું પણ થયું હતું જેના કારણે વિફરેલા વિસ્તારના રહીશોએ વહીવટી વોર્ડ નંબર 8ના વરસાદી ગટરની જવાબદારી ધરાવતા નાયબ કાર્યપાલક ઇજનેર રામજી રબારીની ચેમ્બરમાં તોડફોડ કરી હતી બનાવના પગલે કારેલીબાગ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો અને પરિસ્થિતિ સંભાળી હતી.

આ પણ વાંચો : ગંગા નદીનું પાણી લીલું થતા બનારસથી મિર્ઝાપુર સુધી તપાસ શરૂ

ABOUT THE AUTHOR

...view details