- લાખો રૂપિયાનો ચુનો ચોપડતા રોકાણકારોમાં રોષ
- ઉગ્ર સુત્રોચ્ચારો કરી નારાજગી દર્શાવી
- દેશભરમાં રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાના આક્ષેપ લગાવ્યા
વડોદરા: હલદર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટી લિમિટેડ કંપનીના સંચાલકોએ દેશભરનાં રોકાણકારોને કરોડો રૂપિયાનો ચુનો ચોપડ્યો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વડોદરાના રોકાણકારોનું લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવતા ડિરેક્ટરો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રોકાણકારોએ જીલ્લા કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
ડિરેક્ટર્સ સામે કાર્યવાહી સહિત પ્રોપર્ટી સીલ કરવા માગ કરાઈ
હલદર વિકાસ કો ઓપરેટિવ સોસાયટીના રોકાણકારો વડોદરા જીલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચેલા રોકાણકારોએ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચારો કર્યા હતા. ત્યારબાદ અધિક નિવાસી કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે, તેમણે રોકાણ કરેલા પૈસા વહેલી તકે પાછા મળવા જોઈએ.