ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું

વડોદરામાં કોરોના વોર્ડમાં કામ કરતી નર્સે ઇન્જેકશનના ઓવરડોઝ લઇને આપઘાત કર્યો હતો. વધુ તપાસ માટે તેમનો ફોન એફએસએલ ટીમને સુપ્રત કરવામાં આવ્યો છે. વડોદરામાં નર્સની આત્મહત્યાનો ત્રીજો કિસ્સો સામે આવ્યો છે.

વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું
વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું

By

Published : Feb 3, 2021, 2:29 PM IST

  • વડોદરામાં નર્સે ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઈજેક્શન લઈ મોત વ્હાલું કર્યું
  • આત્મહત્યાનું કારણ અકબંધ
  • વધુ તપાસ માટે તેમનો ફોન એફએસએલ ટીમને સુપ્રત કરવામાં આવ્યો

વડોદરા: કોરોના વોર્ડમાં કામ કરતી નર્સે ઇન્જેકશનના ઓવરડોઝ લઇને આપઘાત કર્યો હતો. વધુ તપાસ માટે તેમનો ફોન એફએસએલ ટીમને સુપ્રત કરવામાં આવ્યો છે.

વડોદરામાં વધુ એક નર્સની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો

કોરોના કાળમાં કામ કરતા ફ્રન્ટલાઈન વોરિયર મેડિકલ સ્ટાફ તથા સ્ટાફ નર્સ પર વર્કલોડ હોવાથી માનસિક અસ્વસ્થ હોવાથી વડોદરામાં વધુ એક નર્સનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પોલીસ તપાસ ચાલુ હોવાથી આપઘાત રહસ્યમય બન્યો છે. વડોદરાના વાઘોડિયા સ્થિત સવિતા હોસ્પિટલમાં કોવિડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સ્ટાફ નર્સે અજ્ઞાત પૂર્વવત બાથરૂમમાં ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો હતો. આ વાતને લઈને હોસ્પિટલમાં ભાગમ ભાગી મચી ગઇ હતી. ઇન્જેક્શનના ઓવર ડોઝના કારણે તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે ઘટના સ્થળે આવી દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢયો

વડોદરા સયાજી રોડ પર રહેતાં ૪૦ વર્ષીય મહિલા કે જે અઢી વર્ષથી સવિતા હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે કામગીરી કરી રહ્યા હતા. કોવિડ સમયે તેઓએ ફ્રન્ટલાઈન વોરિયર તરીકે કામગીરી નિભાવી હતી . તેમની નાઈટ ડ્યુટી હોવાથી તેઓ હોસ્પિટલમાં કામ માટે ત્રીજા માળે આવેલી સવિતા હોસ્પિટલ સ્ટાફ ના બાથરૂમમાં ઊંઘ અને મસલ રિલેક્સેશનના ઇન્જેક્શન લઈ આપઘાત કર્યો હતો. કોઈ કારણોસર દરવાજો ન ખુલતા સ્ટાફે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે આવી દરવાજો તોડીને મૃતદેહને બહાર કાઢયો હતો. તેમના મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તેમજ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. કારણ જાણવા માટે મૃતકનો ફોન જપ્ત કર્યો છે અને ફોન લોક હોવાથી એફએસએલને વધુ તપાસ માટે સુપ્રત કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details