ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Vadodara : શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

વડોદરા શહેરમાં ગઈકાલે સારા વરસાદના (Gujarat Rain Update) પગલે જનજીવન ખોરવાયું હતું. શહેરના કેટલાક વિસ્તારોમાં સારો (Rain in Vadodara) વરસાદ થતાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. તેને લઈને લોકોને મુશ્કેલીનો (Rain In Gujarat) સામનો કરવો પડ્યો હતો.

Rain in Vadodara : શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ
Rain in Vadodara : શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

By

Published : Jul 13, 2022, 9:09 AM IST

વડોદરા :હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના (Gujarat Rain Update) મોટા ભાગોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે વડોદરામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વડોદરા શહેરમાં સારા વરસાદના કારણે નીચાણવાળા (Rain in Vadodara) વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં 1 કલાકમાં 40મીમી વરસાદ ખાબકતા ઘૂંટણ સમા પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા.

શહેરમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ

આ પણ વાંચો :Rain in Vadodara: શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થતા વાતવરણ ટાઢું થયું

શહેરમાં ક્યાં વિસ્તારમાં વરસાદ - સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે આજે વહેલી સવારથી જ વડોદરા શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેરના સાંજના સમયે અચાનક ત્રાટકેલા વરસાદે શહેરના રાવપુરા મચ્છીપીઠ વિસ્તાર, અકોટા (Moonsoon Gujarat 2022) દાંડિયા બજાર બ્રિજ, દાંડિયાબજાર, ચાર દરવાજા જેવા વિસ્તારમાં છેલ્લા 1 કલાકમાં 40 મીમી વરસાદ પડતા ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવહાર પર પણ માઠી અસર જોવા મળી હતી.

આ પણ વાંચો : આ પણ વાંચોઃવલસાડમાં ઘોઘમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો -ગઈકાલે વહેલી સવારથી જ આગાહીના પગલે શહેરમાં (Rain In Gujarat) વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલની પરિસ્થિતિ જોતા (Gujarat Weather Prediction) આગામી સમયમાં વધુ વરસાદ વરસશે તો શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. હાલમાં વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તેમજ લોકો માટે હેલ્પલાઈન નંબર પણ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details