ગુજરાત

gujarat

ETV Bharat / city

Rain in Vadodara : શહેરમાં વરસાદને પગલે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર - Vadodara Helpline number

વડોદરા શહેરમાં ભારે વરસાદના (Rain in Vadodara) પગલે કેટલાક વિસ્તારમાં જનજીવન ખોરવાતા તંત્ર કામે લાગ્યું છે. ભારે વરસાદ તેમજ વરસાદની આગાહીને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઈન (Vadodara Helpline number) નંબર ચાલુ કરવામાં આવ્યો છે.

Rain in Vadodara : શહેરમાં વરસાદને પગલે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર
Rain in Vadodara : શહેરમાં વરસાદને પગલે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર

By

Published : Jul 13, 2022, 9:01 AM IST

Updated : Jul 13, 2022, 10:35 AM IST

વડોદરા : સમગ્ર રાજ્યભરમાં ભારે વરસાદને લઈને હવે વિવિધ (Gujarat Rain Update) શહેરનુ તંત્ર કામે લાગી ગયું છે, ત્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે કેટલાક (Rain in Vadodara) પ્રમાણમાં લોકોનું જનજીવન ખોરવાયું છે. જેને પગલે વડોદરા શહેરના મેયર કેવી રોકડિયા દ્વારા દાંડિયા બજાર સ્થિર ફાયર કંટ્રોલ રૂમ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં કંટ્રોલ રૂમથી (Moonsoon Gujarat 2022) નજર રાખવામાં આવી છે.

શહેરમાં વરસાદને પગલે હેલ્પલાઇન નંબર કરાયો જાહેર

આ પણ વાંચો :monsoon update vadodara : અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો, ઠેર ઠેર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી

વહીવટી તંત્ર લાગ્યું કામે -વડોદરા શહેરમાં સમી સાંજે એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા વડોદરા શહેરના ચાર દરવાજા ,દાંડિયા બજાર ,રાવપુરા વિસ્તારમાં આવેલ મચ્છીપીઠ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, ત્યારે વડોદરા (Gujarat Weather Prediction) શહેર મેયર કેયુર રોકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીનું લેવલ 9 ફૂટે છે અને આજવા ડેમનું પણ લેવલ 109 ફૂટે છે. તો વડોદરા શહેરના કોઈ પણ નાગરીકોને હાલમાં ગભરાવાની જરૂર નથી. સાથે હાલમાં વહીવટી તંત્ર પણ કામે લાગ્યું છે, સાથે વોર્ડ ઓફિસોને પણ 24 કલાક ખુલ્લી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

હેલ્પલાઇન નંબર

આ પણ વાંચો :weather updates : લાંબા વિરામ બાદ ભાવનગરમાં મેઘરાજાનું આગમન

VMC દ્વારા હેલ્પલાઇન નંબર કરાયો શરૂ -રાજ્યના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીને પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આફત ના સમયે મદદ માટે 0265-2423101 ,2426101 અને 8238023337 નંબર જાહેર કરવામાં આવ્યા છે. સાથે 1800 233 0265 ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પગલે કેટલાક વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો (Vadodara control room) કરવો પડતો હોય છે. તેને લઈને વડોદરા મહાનગરપાલિકા (Vadodara Helpline number) દ્વારા હેલ્પલાઈન નંબર ચાલુ કરાયો છે.

Last Updated : Jul 13, 2022, 10:35 AM IST

ABOUT THE AUTHOR

...view details