વડોદરા: વડોદરાના શહેરના મેયર કેયુર રોકડીયા અને કોર્પોરેશન કમિશ્નર શાલીની અગ્રવાલ (Vadodara Corporation Commissioner) અધિકારીઓ સાથે જ્યાંથી હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ મળી ત્યાં પહોંચ્યા હતા. આ ભગવાનની પ્રતિમાને (Hindu God Idol in Debris) અન્ય જગ્યાએ ખસેડવાના આદેશ આપતા આ મૂર્તિઓ હાલ તરસાલી શનિ મંદિર (Shani Temple Tarsali Vadodara) ખાતે મૂકી દેવામાં આવી છે. કાટમાળમાંથી મળી આવેલી મૂર્તિઓની કમિશ્નર તથા મેયરે પૂજા વિધિ કરીને સુરક્ષિત સ્થાને ખસેડી હતી.
વડોદરા મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરે નવલખી મેદાન ખાતે મળી આવેલી હિન્દૂ દેવતાઓની મૂર્તિ અન્ય મંદિરે ખસેડી આ પણ વાંચો:અમદાવાદીઓ વાહન ચલાવવામાં હવે નહીં પડે મુશ્કેલી, ટૂંક સમયમાં નવો બ્રિજ થશે શરૂ
હિન્દુ સંગઠનનો આરોપ: વડોદરા હિન્દુ સંગઠનોએ આરોપ મૂક્યો હતો કે, આ મૂર્તિઓ જૂના પાદરા રોડ પર તંત્ર તરફથી જ તોડી પાડવામાં આવેલા મંદિરની છે. આ મુદ્દે વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયાએ કહ્યું કે, આ અંગે તપાસ ચાલું છે. જોકે, મૂર્તિઓને સુરક્ષિત સ્થાને ખસેડાતા સંગઠનોએ મેયરના નિર્ણયને સ્વીકાર્યો છે. વડોદરાના નવલખી મેદાન ખાતે હિન્દુ દેવતાઓની મૂર્તિ કાટમાળમાંથી મળી હતી. જેને લઈને હિન્દુ સંગઠનોએ હોબાળો મચાવ્યો હતો. નવલખી મેદાન ખાતે અવાવરુ જગ્યાએ ભાથીજી મહારાજ અને હનુમાનજીની મૂર્તિ મળી આવી હતી.
આ પણ વાંચો:Congress Protest in Rajkot : કોંગ્રેસના કાર્યકરોની શા માટે પોલીસે કરી ટીંગાટોળી જૂઓ...
આખી રાત વીતાવી: હિન્દૂ સંગઠનના સભ્યોએ રાત્રીમાં આ જગ્યાએ ભય હોવા છતાં પણ તેઓ ત્યાં જ સૂઈ ગયા હતા. તંત્ર સામે વિરોધ કર્યો હતો. ઓલ્ડ પાદરા રોડ પર ગત શનિવારે જે મંદિર તોડવામાં આવ્યા હતા. તેની મૂર્તિઓ નવલખી કૃત્રિમ તળાવ પાછળ કચરાની જેમ નાખી દેવામાં આવી હતી. આ પ્રકારના આક્ષેપ સાથે હિન્દૂ સંગઠનના સભ્યોએ રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં નીરજ જૈન, ટિમ રિવોલ્યુશનના સ્વેજલ વ્યાસ, આપના નેતા, અને કોંગ્રેસના નેતાનો સમાવેશ થાય છે. નવલખી મેદાન ખાતે જ્યાં પ્રતિમાઓ ફેંકી દેવાઈ હતી ત્યાં રાત્રે જ બેસી વિરોધમાં જોડાયા હતા. હિન્દૂ સંગઠનો અને રાજકીય પક્ષોનો એવો આક્ષેપ હતો કે આ મૂર્તિઓ ઓલ્ડ પાદરા રોડ પર તોડી પડાયેલા મંદિરની છે. જે તંત્રએ તોડી પાડ્યું હતું.