છેલ્લા એક સપ્તાહથી વડોદરા વાસીઓ હીટવેવનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે મોસમનો અત્યાર સુધીનો હોટેસ્ટ દિવસો બની રહ્યા છે. ઉનાળાએ પોતાનો પરચો બતાવવા માંડયો છે, અને બપોરના 11કલાકે પછી ચામડી દઝાય તેવી ગરમીનો અનુભવ થતો હોય છે. તેમાં પણ બપોરના 2 કલાક પછી તો રસ્તા પર જાણે સ્વયંભૂ કરફ્યુ હોય તેવા દ્રશ્યો જ જોવા મળે છે. શહેરીજનો કોઈ કામ વગર ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે.
વડોદરામાં ગરમી રોદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકો ત્રાહિમામ - Gujarati News
વડોદરાઃ ઉનાળાની ઋતુમાં આ વર્ષે ગરમી દિવસેને દિવસે પોતાના પ્રકોપ બતાવી રહી છે. ઉનાળાની ઋતુના શરૂઆતના મહિનામાં જ ગરમીનો પારો 41 ડિગ્રીને પાર જતા લોકો ગરમીને કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે.
vadodara
વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમીનો પારો 41 થી 42 ડિગ્રીની વચ્ચે રહેતો હતો. જોકે શનિવારે ઉનાળો વધારે આકરો બન્યો હતો. સીઝનમાં પહેલી વખત ગરમીએ 42 ડિગ્રીનો સુધી પહોંચતા લોકો અકળાઈ ગયા હતા.