ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતની ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે : વી.કે. સિંહ

વડોદરાના જરોદ ખાતે ઉનાઈથી ફાગવેલ (Gujarat Gaurav Yatra) ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી હતી. જ્યાં કેન્દ્રીય પ્રધાન મેજર વી.કે. સિંહે જાહેર સભાનું આયોજન (Gujarat Gaurav Yatra in Vadodara)કરવામાં આવ્યું હતું. વી.કે. સિંહે AAP અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. (Gujarat assembly elections)

ગુજરાતની ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે : વી.કે. સિંહ
ગુજરાતની ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે : વી.કે. સિંહ

By

Published : Oct 17, 2022, 11:13 AM IST

વડોદરા વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે ભાજપ શાસનમાં થયેલા વિકાસની ગાથાને જનજન સુધી પહોંચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. જેમાં કેન્દ્રીય પ્રધાન મેજર વી.કે. સિંહ ઉનાઈથી ફાગવેલ સુધીની ગૌરવ યાત્રા (BJP Gujarat Gaurav Yatra) સાથે નીકળ્યા હતા. જ્યાં વિવિધ જિલ્લાઓમાં થઈ યાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશી હતી. વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં જરોદ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. (Gujarat assembly elections 2022)

વડોદરાના જરોદ ખાતે ઉનાઈથી ફાગવેલ ગુજરાત ગૌરવ યાત્રા પહોંચી

લોકોના મન રીઝવ્યા પ્રયત્ન જરોદ ખાતે આયોજિત સભામાં કેન્દ્રીય પ્રધાન વી.કે સિંહ જનસભાને (VK Singh Gaurav Yatra)સંબોધી હતી. જેમાં સૌ પ્રથમ હિન્દીની સાથે ગુજરાતી ભાષાના પ્રયોગ કરી લોકોના મન રીઝવ્યા પ્રયત્ન કર્યો હતો. જ્યારે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મોડેલ સાથે સમગ્ર દેશનો વિકાસ કર્યો હોવાનું ઉપરાંત દેશમાં જેટલી પણ યોજનાઓ બની છે તે તમામ ગુજરાત મોડલથી આવી હોવાનું તેમને સ્વીકાર્યું હતું. સરદાર સરોવર ડેમ સહિત અન્ય વિકાસ કાર્યોને પણ ઉદાહરણ રૂપે ટાંકી ગુજરાતના વણથંભી વિકાસની સરાહના કરી હતી. (BJP Gujarat Gaurav Yatra in Vadodara)

AAP પર પ્રહારઆમ આદમી પાર્ટીએ સર્જીકલ સ્ટ્રાઈક નહીં પરંતુ કાશ્મીર મુદ્દે સવાલો ઉઠાવ્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે ગુજરાતની ચૂંટણીમાં રેવડી શું રેવડો વેચશે તો પણ ભાજપ જીતશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે ભાજપની લડાઈ પરિવારવાદ વાળી પાર્ટી (Gujarat Gaurav Yatra in Jarod) અને જુઠ્ઠું બોલનાર પાર્ટી સાથે છે, જ્યારે આમ આદમી પાર્ટી અંગે જણાવ્યું હતું કે, દિલ્હીમાં 5 વર્ષમાં આમ આદમી પાર્ટીએ કોઈ કામ નથી કર્યું. જ્યાં જ્યાં ભાજપની ડબલ એન્જિન સરકાર છે, ત્યાં ત્યાં વિકાસ થયો છે. તેમજ ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની હાર નક્કી હોવાનું વી.કે સિંહે જણાવ્યું હતું.(Gujarat Gaurav Yatra in Vadodara)

ABOUT THE AUTHOR

...view details