ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2021, 2:20 PM IST

ETV Bharat / city

વડોદરાની એક જ પરિવારની ચાર છોકરીઓ લગ્ન વાતોથી કંટાળી ઘર છોડી દીધું

વડોદરાની રહેવાસી ચાર છોકરીઓ લગ્ન વાતોથી કંટાળી ઘર છોડી નીકળી ગઇ હતી.ચારેય છોકરીઓ ઘરેથી નીકળી જતા માતા-પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

ચાર છોકરીઓ લગ્ન વાતોથી કંટાળી ઘર છોડી દીધું
ચાર છોકરીઓ લગ્ન વાતોથી કંટાળી ઘર છોડી દીધું

  • લગ્નની વાતોથી કંટાળીને છોકરીઓએ ઘર છોડી દીધું
  • માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
  • છોકરીએ ફોન એમની માતાને ફોન કર્યો હતો
  • છોકરીઓ કાલપુર રેલવે સ્ટેશનમાંથી મળી આવી


વડોદરા : જિલ્લાના દંતેશ્વર વિસ્તારમાં એક જ પરિવારની જ ચાર દીકરીઓ ઘર છોડીને ભાગી ગઇ હતી. તેઓ લગ્ન-પ્રસંગની વાતો ઘરમાં ચાલતા કંટાળી ગઇ હતી તેથી તેઓએ ઘર છોડી લેવાનો નિર્ણય લીધો હતો. પરિવારજનોને ચારેય ઘરમાં ન દેખાતા શોધખોળ શરૂ કરી હતી. ચારેય દીકરીઓ ન મળતાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં પરિવારે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરાના ઝોનના DCPએ વાતને ગંભીરતાથી લઇ ડૉ.કરંજરાજસિંહ વાઘેલા દ્વારા ત્રણ ટીમ બનાવી છોકરીઓની શોધખોળ શરૂ કરી હતી.

પોલીસે CCTVની મદદથી ચાર છોકરીઓને શોધખોળ શરૂ કરી હતી


દંતેશ્વર વિસ્તારમાં રહેતા 8 ફેબ્રુઆરીના રોજ ચાર છોકરીઓ કોઈને કીધા વગર ઘર છોડીને ભાગી ગઈ હતી. પોલીસે શહેરના તમામ રસ્તાઓના CCTV મદદથી તેમનું સર્વે કર્યો હતો. જો કે છોકરીઓએ પોતાનો ફોન ઘરે મૂકીને નીકળી ગઇ હતી.તેમણે એક અજાણ્યા શખ્સ પાસેથી ઘરે સામેથી ફોન કર્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન ચાર પૈકીની એક છોકરીએ અજાણ્યા નંબરથી ઘરે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, "હવે મમ્મી અમારાથી પાછું નહીં અવાય અમે ફસાઈ ગયા છીએ". આ ફોન કોલ પોલીસ માટે અત્યંત મહત્વનો સાબિત થયો હતો, જો કે આ નંબર તેમના પરિવારજનો પાસે ન હતો જેથી આ નંબર છે કેનો તેની તપાસ પોલીસે શરૂ કરી હતી.

ચાર છોકરીઓ લગ્ન વાતોથી કંટાળી ઘર છોડી દીધું

ચારેય છોકરીઓ સુરક્ષિત ઘરે પરત ફરી


પોલીસને ચોક્કસ લોકેશન મળતાં કાલપુર પોલીસ સ્ટેશનને કોલ કરી ચાર છોકરીઓની ઇન્ફોર્મેશન આપી હતી. જેથી પોલીસે રેલવે સ્ટેશનમાં શોધખોળ શરૂ કરી હતી. છોકરીઓ મુંબઈની ટિકિટ લે તે પહેલા જ ચારેય છોકરીઓને શોધવામાં પોલીસ સફળ રહી હતી. જ્યારે છોકરીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, અમારા ઘરમાં લગ્ન માટે વાતો ચાલતી હતી અને અમને હાલ લગ્ન કરવા નથી, જેથી અમે લોકોએ ઘર છોડી મુંબઈ નોકરી કરવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન વડોદરા પોલીસે ચારેય છોકરીના માતા પિતાને કાલપુર લઈ જઈને વાતચીત કરાવી હતી અને છોકરીઓને તેમને સોંપી હતી.

ABOUT THE AUTHOR

...view details