ગુજરાત

gujarat

ETV Bharat / city

એક્સ આર્મી મેનની મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉઠ્યા

વડોદરામાં દંતેશ્વર તરસાલી વિસ્તારમાં (Danteshwar Tarsali area in Vadodara) રહેતા એક્સ આર્મી મેનની મૃતદેહ શંકાસ્પદ રીતે મળી (EX Army man found Dead body suspiciously) આવી હતી. જે ઘટનાને લઈને અનેક સવાલો ઉપસ્થિત થયા છે. પાણીગેટ પોલીસ ઉપરાંત પીસીબી શાખાના અધિકારીઓ જાણ થતા જ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

એક્સ આર્મી મેનની મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉઠ્યા
એક્સ આર્મી મેનની મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉઠ્યા

By

Published : Oct 1, 2022, 6:04 PM IST

વડોદરાશહેરની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં રહેતા એક્સ આર્મી મેનની મૃતદેહ(EX Army man found Dead ) ગાડીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ ઘટનાની જાણ કરાતા પાણીગેટ પોલીસ ઉપરાંત પીસીબી શાખાના અધિકારીઓ (Officers of PCB Branch) તથા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને SSG હોસ્પિટલમાં (SSG Hospital Vadodara) પોસ્ટમોર્ટમઅર્થે ખસેડવાની સાથે એક્સિડેન્ટલ ડેથનો ગુનો (Vadodara Crime of Accidental Death) દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

તા એક્સ આર્મી મેનની મૃતદેહ ગાડીમાં શંકાસ્પદ હાલતમાં મળી આવતા અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યાં છે

એક્સિડેન્ટલ ડેથનો ગુનો વડોદરા શહેરના દંતેશ્વર તરસાલી વિસ્તારમાં (Danteshwar Tarsali area in Vadodara) રહેતા એક્સ આર્મી મેન વિજય સિંધવાનો મૃતદેહ વાઘોડિયા રોડ પર ગણેશ નગર પાસે ગાડીમાં મળી આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે પોલીસને જાણ કરતા પાણીગેટ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરતા કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી હતી. જે બાદ પોલીસે ચેક કરતા મૃતદેહ એક્સ આર્મીમેન વિજય સિંધવાની હોવાનું જાણવા મળ્યું હતું. વિજય સિંધવા હાલ ONGCમાં સિક્યોરિટીમાં ફરજ બજાવતા હતા. પત્નીથી અલગ રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ વિજય સિંધવાનો મૃતદેહ SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મૃતદેહને લઈ અનેક સવાલોહાલ તો એક્સ આર્મી મેનની મૃતદેહને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. મોત અંગે અનેક રહસ્યો અકબંધ છે. પોલીસ હાલ મામલો હત્યાનો છે કે આત્મહત્યાનો તે મામલે તપાસ કરી રહી છે. જો એક્સ આર્મી મેનની હત્યા થઈ છે કેમ થઈ અને તેઓ કેમ અહીંયા ગાડી લઈ આવ્યા એ દિશામાં તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે એક્સ આર્મી મેનના મોતનું પગેરું ક્યારે ઉકેલાશે.

ABOUT THE AUTHOR

...view details