- ગોત્રી હોસ્પિટલના વડા સાથે બેઠક કરી ડૉક્ટર્સને વિશેષ જવાબદારી સોંપાઇ
- અન્ય જિલ્લામાથી 47નિવાસી તબીબોની નિયુક્તિ કરાયા
- વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલ ખાતે વિભાગના વડા ડોક્ટર્સ, નર્સો અને ટીમના સભ્યો સાથે બેઠક કરી
વડોદરાઃ કોરોનાના કેસ વધતા ઓએસડી ડૉક્ટર વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલમા તમામ વિભાગના વડા ડૉકટર, નર્સો અને ટીમના સભ્યો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ સયાજી હોસ્પિટલ, પાયોનીર હોસપીટલ અને ધીરજ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. સરકારી હોસ્પિટલમા 500 આઇસીયુ બેડની સુવિધા પણ કરવામાં આવશે અને સંકલન માટે ડોક્ટરને પણ વિશેષ જવાબદારી સોંપવામા આવી છે.
વડોદરાના નર્સિંગ કૉલેજમાંથી 130 જેટલા નર્સિંગ સહાયકો જોડાશે
શહેરમા દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. તંત્ર પણ એક્શનમા આવ્યું છે. વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલ હોય કે સરકારી હોસ્પિટલ હોય ત્યાં બેડ ફૂલ થઇ ગયા છે, ત્યારે ડોક્ટર વિનોદ રાવે ગોત્રી હોસ્પિટલ ખાતે વિભાગના વડા ડોક્ટરો, નર્સો અને ટીમના સભ્યો સાથે બેઠક કરી હતી. આગામી સમયમા 500 દર્દીઓના અસરકારક સંચાલન માટે જવાબદારી સોંપવામા આવી હતી. જેમા ડોક્ટર મયુર અડાલજાને ઓપીડી પ્રભારી બનાવ્યા હતા. ડોક્ટર આશિષ સચદેવન દર્દીઓ અને સંબંધીઓ સાથે સંકલન અને સંદેશાવ્યવહારનો હવાલો સંભાળશે, ડોક્ટર નીતા બોઝ વેન્ટિલેટર અને ઓફિસરના મેનેજમેન્ટનો હવાલો સંભાળ્યો છે. ડોક્ટર હિતેષ રાઠોડ હોસ્પિટલમા જે કોરોના દર્દીનું નિધન થયું છે તેનાથી સંબંધિત તમામ બાબતોનું સંકલન કરશે. ગોત્રી હોસ્પિટલના અધિકારીઓ દરેક મેડિકલ સુપરિટેન્ડરને જાણ કરવા સિવાય ડૉ વિનોદ રાવના સીધા સંપર્કમા રહેશે. ગોત્રી હોસ્પિટલ ખાતે આઇસીયુ બેડ વધારી 250 કર્યા છે. જેમાંથી 125 બેડમા વેન્ટિલેટર હશે. 137 એમબીબીએસ ઇન્ટર્નસ ગોત્રી હોસ્પિટલમા જોડાયા છે. તેઓ કોવિડ સેવાઓ મજબૂત કરશે. અન્ય જિલ્લામાથી 47 નિવાસી તબીબોની નિયુક્તિ કરવામા આવી છે. વડોદરાના નર્સિંગ કોલેજમાથી 130 જેટલા નર્સિંગ સહાયકો પણ જોડાશે.