ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરામાં CM રૂપાણીની જાહેર સભા અગાઉ પોલીસની કાર્યવાહી, કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીને કર્યા નજરકેદ - મુખ્યપ્રધાન રૂપાણીની સભા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પક્ષોએ એડીટોડીનું જોર લગાવ્યું છે, ત્યારે વડોદરા પાલિકા કબ્જે કરવા માટે મુખ્યપ્રધાન રૂપાણીની 3 જાહેર સભા આજે રવિવારે વડોદરામાં યોજાવાની છે. આ સભા અગાઉ વડોદરા પોલીસે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત પોલીસે વડોદરાના કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીને નજરકેદ કર્યા છે.

ETV BHARAT
કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીને કર્યા નજરકેદ

By

Published : Feb 14, 2021, 5:06 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમાં
  • CM રૂપાણી વડોદરામાં જાહેર સભાને સંબોધન કરશે
  • ભાજપના સ્ટાર પ્રચારક છે મુખ્યપ્રધાન રૂપાણી

વડોદરાઃ મહાનગર પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે આજે રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરા આવવાના છે. CM રૂપાણી વડોદરાના 3 સ્થળોએ જાહેર સભાને ગજવવાના છે. આ અગાઉ શહેર પોલીસે કોંગ્રેસના પ્રવક્તા ઋત્વિક જોશીને નજરકેદ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ઋત્વિજ જોશીએ ચૂંટણી અધિકારીને આદર્શ આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી છે.

મુખ્યપ્રધાન રૂપાણી આજે વડોદરામાં

આગામી 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે રવિવારે વડોદરામાં ત્રણ સ્થળો પર જાહેર સભા સંબોધવાના છે અને ઉમેદવારોનો પ્રચાર કરશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તરસાલી સંગમ ચાર રસ્તા અને નિઝામપુરા ખાતે ત્રણ જાહેર સભા સંબોધન કરવાના છે.

કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીને કર્યા નજરકેદ

કોંગ્રેસના સૈનિકો પર ભાજપે આચાર સંહિતાનો હુમલો કર્યો

14 ફેબ્રુઆરીના 2019ના રોજ પુલવામામાં આતંકવાદી હુમલો થયો હતો. જેને સંબોધીને કોંગ્રેસ પ્રવક્તા ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, ભારતીય સૈનિકો પર પુલવામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નમન કરું છું. આ સાથે જ કોંગ્રેસના સૈનિકો પર ભાજપ દ્વારા આચારસંહિતાનું ઉલ્લંઘન કરતો જે હુમલો કરવામાં આવ્યો છે, તેની નિંદા કરું છું. આજે ભાજપના સ્ટાર પ્રચારક વિજય રૂપાણી ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સૈનિકોને નજરકેદ કરવામાં આવ્યા છે તે કેટલું યોગ્ય ?

ABOUT THE AUTHOR

...view details