ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સેક્રેટરી અને તેમના મિત્ર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ - Mischief in Vadodara

પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી દ્વારા પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે દુષ્કર્મ, મારઝૂડ અને ધાક ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat NewsGujarat News
Gujarat News

By

Published : Sep 22, 2021, 7:07 AM IST

  • વડોદરા પાવાગઢ મંદિરના મુખ્ય ટ્રસ્ટી સેક્રેટરી અને તેમના મિત્ર સામે દુષ્કર્મની ફરિયાદ
  • રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
  • દિલ્હીથી લોનો અભ્યાસ કરવા આવેલી યુવતી સાથે કર્યું દુષ્કર્મ

વડોદરા: શહેરની ખાનગી કંપનીની ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. દુષ્કર્મ બાદ યુવતીના ફોટો વાઇરલ કર્યાં હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બન્નેએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં CEO બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા

કંપનીમાં CEO બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી

દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં યુવતી દ્વારા મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈન પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓફિસમાં નોકરી કરતી યુવતીને વડોદરાના વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. રાજુ ભટ્ટે દુષ્કર્મ બાદ યુવતીના ફોટો પણ વાયરલ કર્યાં હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને નરાધમો એ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં CEO બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મૂળ હરિયાણાની વતની અને હાલ વડોદરાના એક વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં LLB નો અભ્યાસ કરે છે. યુવતીના માતા-પિતા હરિયાણા ખાતે રહે છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં લાઇઝનીંગની તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં છેલ્લા 5 મહિનાથી કામ કરે છે. આ કંપનીના મલિક અશોકભાઇએ યુવતીને રહેવા માટે ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો. તે સમયે આજવા રોડ પર આવેલી સહારા ઇન્ડસ્ટ્રીઝની જમીન બાબતે અશોકભાઇ અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને ઇન્વેસ્ટર રાજુભાઇ વચ્ચે મિટિંગ ચાલતી હતી. જે બાદ યુવતી થોડો સામાન લઇ પોતાના વતન જવા નીકળી ગઈ હતી. જ્યાં દિલ્હી પહોંચ્યા બાદ અશોકે યુવતીને ધમકાવી હતી. જેથી યુવતી પરત દિલ્હીથી વડોદરા ફરી હતી અને શહેરના ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details