- રૂપિયાની માગણી કરતા રાજેશ શાહ સહિત ત્રણ લોકો સામે રાવપુરા પોલીસમાં ફરિયાદ
- આરટીઆઈ દ્વારા માહિતી મેળવી સંચાલકો પાસે ખંડણી માગતો
- આ પહેલા બુલિયન માર્કેટના સંચાલક અરવિંદસિંહ રાઠોડ પાસેથી રૂ. 6.20 લાખ વસૂલ્યા હતા
વડોદરા: શહેરના રાજમહેલ રોડ પર સરદાર વલ્લભ માર્કેટ આવેલું છે. જ્યાં ગરમ કપડાના 100 જેટલા સ્ટોલ આવેલા છે. વુલન માર્કેટ ચાલુ રાખવું હોય તો સંચાલક પાસે રૂપિયાની માગણી કરતા રાજેશ શાહ સહિત બે લોકો સામે રાવપુરા પોલીસમાં સંચાલકે ફરિયાદ કરતાં રાવપુરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી.
વુલન માર્કેટ ચાલુ રાખવું હોય તો રૂપિયા આપવા પડશે
માર્કેટના સંચાલકે જણાવ્યું હતું કે, રાજમહેલ રોડ પર કલાભવન મેદાન ખાતે માર્કેટનું આયોજન કરવામાં આવેલું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માર્કેટનું સંચાલન કરે છે. તેમણે સમરજીત ગાયકવાડ પાસે એન.ઓ.સી લઈને કલાભવન મેદાનમાં વુલન માર્કેટનો વ્યવસાય શરૂ કર્યો હતો. રાજેશ શાહ સહિત બે લોકો આરટીઆઈ દ્વારા માહિતી મેળવી વુલન માર્કેટ ચાલુ રાખવું હોય તો રૂપિયા આપવા પડશેતેમ કહીસંચાલકો પાસે ખંડણી માગતો અને ધમકી આપતો.