વડોદરાશહેરની એમ. એસ. યુનિવર્સિટીની (MS University Vadodara) ગરિમાને ઠેસ પહોંચાડતો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલમાં આવેલા એમ એમ હોલમાં ચિકન (chicken party at MS University) અને દારૂની પાર્ટી થતી હોવાનો વીડિયો વાઈરલ થયો હતો. બીજી તરફ વીડિયો જૂનો હોવાનું સંચાલકોનું રટણ કર્યું છે.
10 વિદ્યાર્થીઓની થઈ ઓળખમહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (MS University Vadodara) બોય્ઝ હોસ્ટેલ (chicken party at MS University) મનુભાઈ મહેતા હોલમાં ગઈકાલે હોસ્ટેલમાં ચીકન અને દારૂની પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો. હોસ્ટેલમાં ચિકન (chicken party at MS University) અને દારૂની પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોસ્ટેલ સત્તાધીશો ઊંઘતા ઝડપાયા હતા. હોસ્ટેલ સત્તાધીશોએ વીડિયોમાં દેખાતા 10 જેટલા વિદ્યાર્થીઓને હાલમાં ઓળખ કરી છે અને ડિસીપ્લીન કમિટી રચવામાં આવી છે અને આજે સાંજે આ કમિટી સમક્ષ હાજર રહેવા આદેશ આપવામાં આવે છે.
10 વિદ્યાર્થીઓની ઓળખ થઈ, કમિટી રચવામાં આવી વીડિયો જૂનો હોવાનું રટણએમ એસ યુનિવર્સિટીના (MS University Vadodara) બોય્ઝ હોસ્ટેલમાં આવેલ એમ એમ હોલ ખાતે જે વિડીયો વાયરલ થયો છે તે વીડિયોમાં ચિકન (chicken party at MS University) અને દારૂની પાર્ટી થઈ હોવાના વીડિયોને લઈ શિક્ષણ ધામ પર લાંછન લાગ્યું છે. હોસ્ટેલમાં 10 વિદ્યાર્થી રૂમમાં બેસીને ચિકન (chicken party at MS University) અને દારૂની પાર્ટી કરતા દેખાયા છે તે લો ,આર્ટસ અને સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ વિડીયો ખૂબ જૂનો હોવાના વાત હોસ્ટેલ સંચાલકો કહી રહ્યા છે.
એમ એમ હોલ વોર્ડન શુ કહે છેઆ અંગે પ્રતિક્રિયા આપતા એમ એમ હોલના વોર્ડન વિજય સોલંકીએ જણાવ્યું હતું કે, 2 દિવસ અગાઉ જ છોકરાએ એમ એસ યુનિવર્સિટીના (MS University Vadodara) એમ એમ હોલમાં પાર્ટી કરવા હોવાનો વીડિયો વાયરલ થયો છે, જમાં એક વિદ્યાર્થી ગયા વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરેલો છે. હાલમાં ડિસીપ્લીન કમિટી બનાવવામાં આવી છે, જે સમક્ષ આ 10 વિદ્યાર્થીને બોલાવવામાં આવશે. ત્યારબાદ ડિસીપ્લીન કમિટી જે નક્કી કરશે. તે પ્રમાણે નિર્ણય લેવાશે. હજી સુધી હોસ્ટેલમાંથી કોઈ પણ વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો નથી. જે કઈ નિર્ણય લેશે તે આખરી નિર્ણય કમિટી નક્કી કરશે તેવું જણાવ્યું હતું.