- ST બસોમાં ફર્સ્ટ એઈડ કિટ હોય છે કે કેમ? તે અંગે રિયાલિટી ચેક
- મોટર વ્હિકલ એક્ટમાં દરેક વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત
- વડોદરા ST ડેપોમાં મોટાભાગની બસોમાં ફર્સ્ટ એઈડ કિટ ન હોવાનું સામે આવ્યું
મોટર વ્હિકલ એક્ટ મુજબ તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી ફરજિયાત, મોટાભાગની ST બસમાં નથી
મોટર વ્હિકલ એક્ટ મુજબ બસો સહિત તમામ વાહનોમાં ફર્સ્ટ એઈડ કિટ હોવી જરૂરી છે. ત્યારે વડોદરા બસ ડેપોમાં આવતી બસમાં ફર્સ્ટ એઈડ કિટ છે કે કેમ? તે અંગે ETV ભારત દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જાણો તપાસમાં શું સામે આવ્યું...
વડોદરા: અવાર નવાર હાઈવે પર ખાનગી તેમજ સરકારી બસ અકસ્માતનો ભોગ બનતી હોય છે. જેનાં કારણે બસનાં પ્રવાસીઓ તેમજ ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાનાં બનાવો બનતા હોય છે. અકસ્માત કે પછી કોઈ પણ તાત્કાલિક સારવારનાં કિસ્સાઓમાં જો બસમાં ફર્સ્ટ એઈડ કિટ હોય તો લોકોને તરત સારવાર આપી શકાય છે. જેના કારણે મોટર વ્હિકલ એક્ટ મુજબ દરેક વાહનોમાં ફર્સ્ટ એડ કીટ રાખવી ફરજિયાત છે. વડોદરા સેેન્ટ્રલ એસ.ટી બસ ડેપોમાં દરેક બસોમાં ફર્સ્ટ એઈડ કિટ છે કે કેમ? તે અંગે ETV ભારત દ્વારા રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું.