ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ પ્રદેશ પ્રમુખના ખુલાસા બાદ ભાજપ મીડિયા સેલે ભૂલ સુધારી - રાજેન્દ્ર ત્રિવેદી

મહાનગરપાલિકાની ચૂંટણીમાં અલગ-અલગ વોર્ડ માં પ્રભારી બનાવવામાં આવ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રભારીની જાહેર કરેલી યાદીમાં રાવપુરના ધારસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને વોર્ડ નંબર 16ના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ત્યાર બાદ વિવાદોના વંટોળ ફૂંકાતા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ખુલાસો આપતા શહેર ભાજપ સમિતિના મીડિયા સેલે ભૂલ સુધારીને નવી યાદી જાહેર કરી હતી.

ભાજપ પ્રદેશ પ્રમુખના ખુલાસા બાદ ભાજપ મીડિયા સેલે ભૂલ સુધારી
ભાજપ પ્રદેશ પ્રમુખના ખુલાસા બાદ ભાજપ મીડિયા સેલે ભૂલ સુધારી

By

Published : Feb 6, 2021, 7:57 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમા
  • આજે મહાનગરપાલિકાનું ફોર્મ ભરવાનો હતો છેલ્લો દિવસ
  • ભાજપ મીડિયા સેલે ભૂલ સુધારી

વડોદરાઃ આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમાણે અલગ-અલગ પ્રભારી બનાવ્યા છે, ત્યારે વોર્ડ નંબર 16ના પ્રભારી તરીકે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પ્રભારી બનાવતા વિવાદનો વંટોળ ફૂંકાયો હતો, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખના ખુલાસા બાદ BJP મીડિયા સેલે પોતાની નાની ભૂલ સુધારીને નવી યાદી જાહેર કરી છે.

મીડિયા સેલે ભૂલ સુધારી

ટાઈપીંગ મિસ્ટેકના કારણે થઇ ભૂલ

વોર્ડ નંબર 16ના પ્રભારી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીના નિમણૂકનું વંટોળ ફુંકાયું હતું અને કાર્યકરોમાં રોષ ફેલાયો હતો, ત્યાકે આ અંગે વડોદરા શહેર ભાજપના મીડિયા સેલનાના હર્ષદ પરમારે જણાવ્યું હતું કે, ટાઈપીંગ મિસ્ટેકના કારણે આ ભૂલ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details