વડોદરા: સમગ્ર રાજ્યભરમાં હાહાકાર મચાનનાર લમ્પી વાયરસને (Lumpy Virus in Gujarat) લઈ પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહે છે. હાલમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ અને અન્ય લોકોમાં એક સવાલ ચોક્કસથી ઊભો થાય છે કે પશુને લમ્પી વાયરસ લાગુ પડ્યો હોય તો તેનું દૂધ (Milk Production Effect due to Lumpy) આપણે પીએ તો આપણને કઈ અસર થાય? આ સવાલ ના જવાબ માટે ઇ ટીવી ભારતની ટીમે શહેર જિલ્લા પશુપાલન નિયામક સાથે વાતચીત દરમ્યાન ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચોઃ ભારતમાં એક એવો સમાજ જ્યાં આત્માઓના પણ થાય છે લગ્ન
શું કહે છે પશુનિયામકઃવડોદરા જિલ્લા નિયામક જિલ્લા પશુપાલન નિયામક ઇન્ચાર્જ ડોક્ટર જીગ્નેશ દવે એ જણાવ્યું હતું કે અમે પશુઓમાં થતા તમામ રોગોના વિવિધ અભ્યાસોને લઈ કામ કરતા હોઈએ છીએ. હાલમાં સમગ્ર રાજ્યમાં જોવા મળી રહેલો લમ્પી વાયરસનો પણ અભ્યાસ (Research about Lumpy) ચાલી રહ્યો છે. તમામ લોકો પશુપાલનમાંથી મળતું દૂધ પીવાને લઇ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને આંશિક દૂધની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહે છે. લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુનું દૂધ પીવાથી કોઈ અસર થઈ હોવાનું જાણવા મળ્યું નથી.
આ પણ વાંચોઃ સિંગર ફરમાની નાઝની આ ગીતના કારણે વધી મુશ્કેલીઓ, જાણો તે પાછળનું કારણ
કંઈ અસર ન થાયઃખાસ કરીને લમ્પી વાયરસ અસરગ્રસ્ત હોય તેવા પશુનું દૂધથી પીવાથી આપણા શરીરમાં કોઈપણ આડઅસર થતી નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે હિન્દૂ સંસ્કૃતિ અને સમગ્ર ભારતમાં રાંધેલો ખોરાક ખાતા હોય છે. દૂધ ડેરીમાંથી મળતું દૂધ પાસ્ટયુરાઇઝ્ડ હોવાથી કોઈ પણ નુકસાન કરતું નથી. બહારથી છૂટક લાવવામાં આવેલ દૂધ પણ આપણે ગરમ કરીયે છીએ તેથી કોઈ અસર થતી નથી. લમ્પી વાયરસ હોય કે લક્ષણ હોય તો પણ ગરમ કરેલ દૂધ પીવાથી કોઈ પણ નુકસાન થતું નથી.