- EVM મશીન ચકાસણી બાદ બેલેટ ખુલ્લા મૂકવા બદલ ઉમેદવારનો વિરોધ
- પાર્ટીના ઉમેદવારોની ચકાસણી કરવા ખુલ્લા રખાયા હતા EVM
- ચકાસણી બાદ તેને ફરી બંધ કરી દેવાયા હતા મશીન
વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોને વોર્ડ પ્રમાણે EVM મશીનની ચકાસણી માટે બોલાવવામાં આવી રહ્યા છે. અકોટા વિસ્તારમાં આવેલા કેળવણી વિદ્યાલયમાં વોર્ડ નંબર 10, 11 અને 12 ક્ષેત્રના ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઇવીએમ મશીન બેલેટ જોવા માટે કેન્દ્રમાં આવ્યા હતા.
EVMને તાળું ન મારવા મુદ્દે ઉભો કરાયો વિવાદ
આમ આદમી પાર્ટીના વૉર્ડ નંબર 10ના ઉમેદવાર હેમંત પ્રજાપતિએ EVM મશીન જોયા બાદ તેને તાળું ન મારવાનાં મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવારે મોબાઈલ વડે વીડિયો શુટીંગ કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. હેમંત પ્રજાપતિ જણાવ્યું હતું કે, 24 કલાક થયા બાદ પણ આ મશીન ચાલુ કેમ નથી કરાયા તે અંગે શૂટિંગ કર્યું હતું. આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાથે કોંગ્રેસના પ્રચારક પણ ઘટનાસ્થળે જ હતા. EVM ચકાસણી માટે અમુક ઉમેદવારો બાકી હોવાને કારણે તાળા ખુલ્લા રાખવામાં આવ્યા હતાં. ચકાસણી બાદ તેને બેલેટ ફરી બંધ કરી દેવાયા હતા.