ગુજરાત

gujarat

ETV Bharat / city

વડોદરાના મોતીપુરામાં ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ - ફાયર સ્ટેશન ન્યૂઝ

સાવલીના મોતીપુરામાં વરીધી હાઈજેનિક પ્રા.લી.ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતાં 7 ફાયર ફાઈટરો આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. બીજા દિવસે પણ કામગીરી યથાવત રહી હતી. કંપનીને લાખોના નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ
ટીસ્યુ બનાવતી કંપનીમાં ભીષણ આગ

By

Published : Mar 6, 2021, 10:46 AM IST

  • 7થી વધુ ફાયર ફાઈટરો દોડી આવ્યા
  • રો-મટિરિયલ આગની લપેટમાં થયું સ્વાહા
  • કોઈ જાનહાની નહીં

વડોદરા:જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા પાસે મોતીપુરા ગામે વરીધી હાઈજેનિક લિમિટેડ નામની ટીસ્યુ પેપર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. 7થી વધુ ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

સાવલી ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટીની સુવિધાનો જોવા મળ્યો અભાવ

સાવલી તાલુકાના મોટા મોતીપુરાની વેમાર વસાહત નજીક આવેલી વરીધી હાઈજેનીક લિમિટેડ નામની ટીસ્યુ પેપર બનાવતી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી હતી. બનાવના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા અને આગ ઓલવવા માટે 7 ફાયર ફાઈટરોની મદદ લેવામાં આવી હતી. જેમાં મંજુસર GIDC તેમજ સાવલી પાલિકાના કાલોલ તેમજ વડોદરા મહાનગરપાલિકાના ફાયર ફાઈટર પહોંચ્યા હતા. તેમ છતાં આગ કાબૂમાં આવી ન હતી.

આ પણ વાંચો:બારડોલીમાં બૂટ-ચપ્પલના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આગ બાબતે કંપની સત્તાવાળાઓએ કંઈપણ બોલવાનો કર્યો ઈન્કાર

ટીસ્યુ પેપર બનાવતી કંપનીમાં રો-મટિરિયલ અને ઉત્પાદિત મટિરિયલ બંને કાગળના હોઈ તેના લીધે જોત-જોતામાં આગ પ્રસરી ઉઠી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. બનાવના પગલે કોઈ જાનહાનિ થયાના અહેવાલ સાંપડી રહ્યા નથી. જ્યારે આર્થિક નુકસાન મોટું હોઈ શકે છે. આગ બાબતે કંપની સત્તાવાળાઓએ કંઈ પણ બોલવાનો ઈનકાર કર્યો હતો. જોકે ફરી એક વખત સાવલી તાલુકામાં ઔદ્યોગિક એકમો ફાયર સુવિધાની અનદેખી કરતાં જોવા મળ્યા હતા અને કાગળ જેવી જ્વલનશીલ પદાર્થનું ઉત્પાદન કરતા હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધાનો સદંતર અભાવ જોવા મળ્યો હતો. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે કંપનીનો શેડ પણ આગની તીવ્રતાથી નમી પડ્યો હતો. આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

7થી વધુ ફાયર ફાઈટરો દોડી આવ્યા

ABOUT THE AUTHOR

...view details