વડોદરા: હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટય પર્વની ભવ્ય ઉજવણી(88th Pragatay Parva celebration) કરવામાં આવી હતી. જેમાં દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીને સાધુ સંતોએ ચાદર ઓઢાડી ગાડી પર બેસાડતા ગાદીના ગજગ્રાહમાં(Haridham Sokhada of Vadodara) નવો વળાંક આવ્યો હતો.
હરિપ્રસાદ સ્વામીજીના 88 માં પ્રાગટય દીને ગજગ્રાહમાં નવો વળાંક 88 યજ્ઞ કુંડ બનાવી 88 દંપતિએ સહ પરિવાર યજ્ઞમાં આહુતિ આપી - હરિધામ સોખડા મંદિરના(Haridham Sokhada Temple) ગાદીને લઇને ચાલી રહેલા વિવાદમાં(Vadodara Haridham Sokhada Controversy ) અચાનક નવો વળાંક આવ્યો છે.પૂજ્ય બ્રહ્મલિન હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિનની ઉજવણી વચ્ચે જ પ્રેમસ્વરુપ સ્વામીને શાલ ઓઢાડીને હરિધામ સોખડાના ગાદી પતિ તરીકે જાહેર કરાયા છે. બીજી તરફ વિશ્વશાંતિ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના માટે 88 યજ્ઞ કુંડ બનાવ્યા હતા.જેમાં 88 દંપતિ સહ પરિવાર યજ્ઞમાં જોડાઈ આહુતિ આપી હતી. અનુગામીની જાહેરાત કરવા માટે આ કોઈ વિશેષ પ્રસંગ નથી,કારણ કે પ્રેમસ્વરૂપ સ્વામી અનુગામી હતા, છે જ અને રહેવાના છે.
વિશ્વશાંતિ માટે 88 યજ્ઞ કુંડ બનાવી 88 દંપતિએ સહ પરિવાર યજ્ઞમાં આહુતિ આપી હરિભક્ત જલ્પાબહેન પટેલે જણાવ્યું હતું કે -આજે અમારા સ્વામીનું જે વચન હતું, જે એમની પરાવાણી હતી. સ્વામીને જ આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે હું દેહ છોડીને જઈશ ત્યારે તેમને સોંપી ને જઈશ. આજે એમનું વચન પૂરું થયું છે. એ વચન પૂરું કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને તેઓ બેસવા જોઈએ. કારણ કે આ ગાદીને લાયક હતા. જે ગાદી સંભાળી શકે અમે આજે ખૂબ જ ખુશ છે. જે અમે વ્યક્ત કરી નથી શકતા. આજનો દિવસ એટલે કે સોના કરતાં પણ મોંઘો દિવસ છે. હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે મનદુઃખ તો ચોક્કસ થાય છે. આ પરિસ્થિતિમાં બધા સાથે હોય તો વિશેષ આનંદ થાય, મનદુઃખ કરતાં પણ આજે ગુરુદેવ ગુરુ હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે.
મસ્વરૂપ સ્વામીને સાધુ સંતોએ ચાદર ઓઢાડી ગાડી પર બેસાડતા ગાદીના ગજગ્રાહમાં નવો વળાંક આવ્યો હતો. આ પણ વાંચો:Vadodara Sokhda Controversy: સોખડા ગાદીપતિ વિવાદનો મામલો, આ ગામમાં પ્રબોધ સ્વામી કરી શકે છે રોકાણ
પ્રેમસ્વરૂપ સ્વામીનો મહિમા સમજાવ્યો -બધા ભક્તો વિશ્વશાંતિ મહાયજ્ઞમાં(World Peace Mahayagna) શાંતિ મંત્ર સાથે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તથા ગુરુદેવ ગુરુ હરિપ્રસાદ સ્વામી સાથે સૌ પરમાત્માઓની સ્મૃતિ સાથે જ્યારે યજ્ઞ દેવતામાં આહુતિ આપી હતી. સમગ્ર વિશ્વમાં વ્યક્તિ, પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં શાંતિ પ્રસરે તેવા ભાવથી આહુતિ આપતા હોય ત્યારે સૌ સાથે હોય તો એનો એક આનંદ વિશેષ થાય. સૌ જાણે છે કે સ્વામીના સ્વગમનના દિવસે પણ આ વાત જાહેર કરવામાં આવી છે. આ એકમાત્ર અધિકાર ગુરુદેવ હરિપ્રસાદ સ્વામી મહારાજનો છે. તેઓએ અનેક પત્રોમાં પણ આ વાતનો નિર્દેશ કર્યો છે. એક પરાવાણીમાં તેઓએ હૃદયના ઉદગાર સાથે આ વાત કરેલી છે. પ્રેમસ્વરૂપ સ્વામીનો મહિમા સમજાવ્યો છે.
આજે ગુરુદેવ ગુરુ હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય પર્વ નિમિત્તે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે. દીક્ષા લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું -પ્રેમ સ્વરૂપ સ્વામી એક રીતે જોઈએ તો ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજ સાથે તેઓને દીક્ષા લેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું અને ત્યારે ગુરુદેવ યોગીજી મહારાજે તેઓનો હસ્ત હરિપ્રસાદ સ્વામીજીના હસ્તકમળોમાં સોંપ્યો હતો.એ પણ એક વિશિષ્ટ દર્શન અને નિર્દેશ હતું. આજે સંતો મહંતો સાથે યજ્ઞમાં બીડુ હોમવા માટેની વિધિ તરફ સૌ કોઈ પધારી રહ્યા છે. સ્વામીના અધિકારક્ષેત્રની જે વાત હતી. એ સ્વામી અનેક પ્રસંગોએ એ વાતનો ઉદઘોષ કર્યો છે.એટલે એમાં કોઈ નવી વાત નથી. આજે તો સ્વામીના પ્રાગટ્ય પર્વના દિવસ નિમિત્તે સ્વામીને જે બધા સંતો માટે આદરભાવ હતો.
આ પણ વાંચો:બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા આજે અંતિમ સંસ્કાર
સ્વામીનો પ્રાગટ્ય પર્વ છે એ નિમિત્તે સંતો મહંતો પધાર્યા - જુદી જુદી તમામ પરંપરાઓના અને સંતો અવારનવાર આવતા જ રહેતા હોય છે. આની પહેલા નથી આવ્યા અને આના પહેલા લોકોએ એમની ટર્મિનોલોજીમાં ચાદર ઓઢાડવી છે. તે માટે પણ અનેક સંતો મહંતો એના માટે આવ્યા છે. હજી પણ આવતા જ રહેશે. આજે સ્વામીનો પ્રાગટ્ય પર્વ છે એ નિમિત્તે સંતો મહંતો પધાર્યા છે. તેઓ પણ ચાદર અર્પણ કરશે. મારી દ્રષ્ટિએ એમાં કાંઈ બીજી વિશેષતા નથી. અનુગામીની જાહેરાત કરવા માટેનું કોઈ વિશેષ પ્રસંગ નથી કારણકે અનુગામી તો હતા. સ્વામીએ જ એમનું નામ નિર્દેશ કરેલું છે માટે રહેવાના છે. ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડા મંદિરમાં ગાદીપતિ તરીકે પ્રેમ સ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ સર્જાયો છે. આજે પ્રબોધ સ્વામી જૂથની ગેરહાજરી હતી તે વચ્ચે જ પ્રેમસ્વરુપ સ્વામીને ગાદીપતિ બનાવી દેવાતા હવે આ વિવાદ હાઇકોર્ટમાં જશે તે નિશ્ચિત છે.