ગુજરાત

gujarat

ETV Bharat / city

Mumbai Floods: વડોદરા NDRFની 4 ટીમ મુંબઈ જવા રવાના

મહારાષ્ટ્રમાં ઘોઘમાર વરસાદને પગલે ઠેર ઠેર પૂરની સ્થિતી સર્જાઈએ ત્યારે, વધતા જતા વરસાદ અને પૂરને પગલે વડોદરા ખાતેની NDRFની 6 ટીમ મુંબઈ અને બટાલિયનની 4 ટીમ તાત્કાલિક ધોરણે હવાઈ માર્ગે કોલ્હાપુર મોકલવામાં આવી છે.

Mumbai Floods
Mumbai Floods

By

Published : Jul 24, 2021, 4:09 PM IST

  • વડોદરાથી હવાઈ માર્ગે NDRFની ચાર ટીમ મહારાષ્ટ્ર મોકલવામાં આવી
  • પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત અભિયાનમાં જોડાશે ટીમ
  • મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારો વિનાશકારી પૂરમાં સપડાયા

વડોદરા: ભારતીય સેનાના 5 પરિવહન હવાઈ જહાજોની મદદથી 6 ટીમોને બચાવ અને રાહતના જરૂરી અદ્યતન ઉપકરણો અને સાધન સુવિધા સાથે પૂરપીડીત ક્ષેત્રમાં પહોંચાડવામાં આવી રહી છે. જ્યાં આ ટીમોના તાલીમબદ્ધ અને કુશળ જવાનો સ્થાનિક પ્રશાસન, પોલીસ અને બચાવ રાહત દળો સાથે કામગીરીમાં જોડાશે.

વડોદરા NDRFની 4 ટીમ મુંબઈ મોકલવામાં આવી

આ પણ વાંચો- NDRFના જવાનોએ વડોદરાના સંભોઇ ગામમાં નવજાત શિશુ સહિત 19ને સલામત સ્થળે ખસેડ્યા

ટીમને પુણે, સાંગલી અને સાતારા મોકલાઈ તેવી શક્યતા

કોલ્હાપુરથી આ લોકોને પુણે, સાંગલી અને સાતારા જેવા વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી સોંપવામાં આવે એવી શક્યતા છે. તેમ બટાલિયન 6ના નાયબ સેનાપતિ અનુપમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details