- 31 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી
- SSGમાં 32 અને ગોત્રી હોસ્પિટલમાં 11 મળી કુલ 43 દર્દીઓની સર્જરી કરવામાં આવી
- મ્યુકોરમાઈકોસિસના કુલ દર્દીઓની સંખ્યા 298 થઈ
વડોદરા: શહેરની સયાજી હોસ્પિટલમાં નવા 13 અને ગોત્રી હોસ્પિટલમાં નવા 7 દર્દીઓ સાથે કુલ આંક 298 પર પહોંચ્યો હતો. જ્યારે SSGમાં 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. જેમાં 1 દર્દીની આંખો કાઢી નાખવામાં આવી હતી. જ્યારે 19 દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. તેમજ સારવાર લઈ રહેલ એક પણ દર્દીનું મોત નોંધાયું ન હતું.
આ પણ વાંચો: પાટણની ધારપુર હોસ્પિટલને મ્યુકોર માઇકોસિસના 100 ઇન્જેક્શનો ફાળવાયા
SSGમાં 32 અને ગોત્રી હોસ્પિટલમાં 11 મળી કુલ 43 દર્દીઓની સર્જરી કરવામાં આવી
SSG હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 13 દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીનો કુલ આંક 227 પર પહોંચ્યો છે. દિવસ દરમિયાન 20 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી. SSGમાં કુલ 32 દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરીમાં ટ્રાન્સઝનલ એન્ડોસ્કોપીક પાર્શિયલ મેક્સિલેટરી એટલે કે દૂરબીનથી નાકની અંદરની સર્જરી 12 તથા 20 દર્દીઓની લોકલ એનેસ્થેશિયા આપીને સર્જરી કરવામાં આવી હતી. જેમાં 1 દર્દીની આંખો કાઢી નાખવાની ફરજ પડી હતી. દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના કારણે SSG હોસ્પિટલના બિછાને એક પણ દર્દીનું મોત થયું ન હતું. જ્યારે 19 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.