- તરસાલી બાયપાસ પાસેથી ઝડપાયું હતું બાયોડીઝલ કૌભાંડ
- ઝડપાયેલા 3 આરોપીઓ પૈકી 2નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- રાજકોટ અને સુરતના બિલો મળતા તપાસ શરૂ કરવામાં આવી
વડોદરા: તરસાલી બાયપાસ રોડ પર મહાસાગર હોટલની પાછળ બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પ્રવાહીનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે બે દિવસ પહેલા PCBએ દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી આરોપી રતનલાલ લેહરીલાલ ખટીક અને રોશન ચુનીલાલ ખટીકને ઝડપી પાડ્યા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 7,490 લિટર જ્વલનશીલ પ્રવાહી મળ્યું હતું. આરોપીઓ છેલ્લા 5 મહિનાથી ટ્રક ચાલકોને ડીઝલ હોવાનું કહી 70 રૂપિયે લિટર પધરાવતા હતા. પોલીસે ઝડપેલા 3 આરોપીઓ પૈકી 2નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બન્નેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.