ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં યુવકની હત્યા

તું ગાડી સ્પીડમાં કેમ ચલાવે છે તું અહિયાનો દાદો છે તેમ કહી 6 જેટલા ઈસમોએ સુરતના કતારગામ વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દીધી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 6 હત્યારાઓની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.

સુરત ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં યુવકની હત્યા
સુરત ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં યુવકની હત્યા

By

Published : Dec 1, 2020, 4:30 PM IST

  • સુરતના ફુલપાડા વિસ્તારમાં યુવાનની હત્યા
  • રાત્રી કરફ્યૂમાં યુવકની હત્યા
  • તિક્ષ્ણ હથીયાર લઇ યુવક પર તૂટી પડ્યા અસામાજીક તત્વો
    સુરતમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં યુવકની હત્યા

સુરતઃ શહેરના કતારગામ વિસ્તારના ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યૂના સમયમાં ચારથી પાંચ યુવાનોએ સંબિત ઉર્ફે રાજા નામના યુવકની હત્યા કરી હતી, અસાજીક તત્વોએ કહ્યું કે, તું ગાડી સ્પીડમાં કેમ ચલાવે છે, તું અહિયાનો દાદો છે, તેમ કહી 6 જેટલા ઈસમોએ ચપ્પુ તેમજ તિક્ષ્ણ હથિયાર લઇ યુવક પર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલા યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, હત્યાના પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી, બીજી તરફ પોલીસે આ ઘટનામાં 6 લોકો ધરપકડ કરી છે.

સુરત ફુલપાડા વિસ્તારમાં રવિવારે રાત્રે કરફ્યુના સમયમાં યુવકની હત્યા

15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, હુમલાખોરો માથાભારે અને ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, 15 દિવસ પહેલા પણ આખા પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. રવિવારે સવારે પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવીને આવ્યા બાદ રાત્રે મારા ભાઈની નિર્મમ હત્યા કરાઈ છે. વધુમાં મૃતક સામે પણ ભૂતકાળમાં પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details