ગુજરાત

gujarat

ETV Bharat / city

"તારે હપ્તો આપવો જ પડશે" કહી ત્રણ શખ્સે વેપારી પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલા મનહર કોમ્પ્લેક્સમાં જમ્પરની દુકાન ધરાવતા પિતા પુત્ર પર માથાભારે 3 ઈસમોએ હુમલો કર્યો હતો. તારે હપ્તો આપવો જ પડશે તેવું કહી ત્રણ ઈસમો પિતા પુત્ર પર તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર રીતે ઈજા પામેલા પિતા-પુત્રને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

"તારે હપ્તો આપવો જ પડશે" કહી ત્રણ શખ્સે વેપારી પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો
"તારે હપ્તો આપવો જ પડશે" કહી ત્રણ શખ્સે વેપારી પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો

By

Published : Dec 3, 2020, 6:26 PM IST

  • સુરતના લાલગેટ વિસ્તારમાં વેપારી પિતા-પુત્ર પર જીવલેણ હુમલો
  • બધા હપ્તો આપે છે તો તને શું વાંધો છે કહી બંને પર હુમલો કરાયો
  • પિતાને બચાવવા વચ્ચે પડેલા પુત્રને પણ બેઝબોલથી પડ્યો માર


સુરતઃ વરિયાવી બજાર પાસે મદારી વાડમાં રહેતા 50 વર્ષીય અબ્દુલ કરીમ અબ્દુલ કાદર શેખ સૈયદપુરામાં મનહર કોમ્પ્લેક્સ નીચે અમર જમ્પર નામની દુકાન ચલાવે છે. બુધવારે બપોરે તે દુકાન પર હાજર હતા. આ દરમિયાન આરોપી મિસબુદ્દીન ઉર્ફે બબલુ સજ્જુબાપુ કાદરી, ફૈયાઝ સજ્જુબાપુ કાદરી અને ગફ્ફાર બંગાળી નામના 3 ઈસમો તેમની દુકાને આવ્યા હતા. તેમણે કહ્યું, આજુ બાજુવાળા બધા હપ્તો આપે છે. "તારે હપ્તો આપવો છે કે નહીં". ત્યારબાદ આવેલા આ શખ્સોએ ગાળો આપી હતી. અબ્દુલે હપ્તો આપવાની ના પાડતા મુસબુદ્દીન ઉશ્કેરાઈ ગયો અને તને પતાવી દેવો છે કહીને બેઝબોલના દંડાથી માર માર્યો હતો.

ઈજાગ્રસ્ત પિતા-પુત્ર હાલમાં સારવાર હેઠળ

અબ્દુલને બચાવવા તેનો દીકરો મોહમ્મદ નઈમ વચ્ચે આવતા નઈમને પણ માર માર્યો હતો. આ ઉપરાંત ગફ્ફાર બંગાળીએ રેમ્બો છરો બતાવીને દસ હજારનો હપ્તો નહીં આપશે તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી, તો બીજી તરફ હુમલાખોરોના હુમલાથી ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને લાલગેટ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

ABOUT THE AUTHOR

...view details